અમદાવાદ | કન્ટેનરના એરકુલરમાંથી ઝડપાયો 79.50 લાખનો વિદેશી દારૂ, 4 આરોપીઓની કરી ધરપકડ

Ahmedabad Liquor Smuggling News: દારુની હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અપનાવતા હોય છે. કોઈ સિમેન્ટ મિક્સર, ફ્લોરી કે પછી ટેન્કરમાં દારુનો મોટો જથ્થો ભરીને ગુજરાતમાં ઘુસાડતા ઝડપાય છે. તો કોઈ વળી એસટી બસ કે, એમ્બ્યુલન્સમાં દારુનો જથ્થો ભરીને લાવતા ઝડપાય છે. આ દરમિયાન નરોડા પોલીસે એરકુલરની આડમાં દારૂની હેરાફેરી(Ahmedabad Liquor Smuggling News) કરતી ગેન્ગને ઝડપી પાડી છે.સાથે જ કાર, કન્ટેનર, એરકૂલર સહિત 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

વિદેશી દારૂની શીલ બંધ બોટલો મળી આવી
બુટલેગરો દ્વારા નવા કીમિયાની મદદથી દારૂની હેરાફેરી થતી હતી.જે બાતમી નરોડા પોલીસને મળતા નરોડા પોલીસે બાતમી હકિકતના આધારે વોચ ગોઠવી હતી,તે દરમિયાન દારૂ ભરેલુ કન્ટેનર ઘટનાસ્થળે આવતા જ તેની તપાસ હાથ ધરવામાં આવી હતી.ત્યારે કન્ટેનરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની શીલ બંધ બોટલો મળી આવી હતી અને આરોપીને વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેનું પાસ પરમીટ માંગતા તેની પાસે ના હોવાનું જણાવ્યું હતું.

દારૂના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ
મહત્વનું છે કે બુટલેગર અલગ અલગ કિમીયાઓ વાપરી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં નરોડા પોલીસને જાણ થતા તેણે એ.સીની ની આડ માં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે.ત્યારે નરોડા પોલીસ સ્ટેશનની જી.આઇ.ડી.સી પોલીસ ચોકી ખાતે લઇ જઇ કન્ટેનર ચાલક તથા બલેનોના ચાલક સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી પોલીસને 240 એ.સી.ના બોક્સ મળી આવ્યા હતા જેમાં એ.સીની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી.ત્યારે નરોડા પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 4 આરોપીઓની ધરપકડ કરી છે અને કાર, કન્ટેનર, એરકૂલર સહિત 79.50 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

અગાઉ વોશિંગ મશીનની આડમાં કરવામાં આવી હતી દારૂની હેરાફેરી
આ અગાઉ અમદાવાદની પીસીબી પોલીસની ટીમ નાના ચિલોડા ગોપાલ ટી સ્ટોલ ની આગળથી એક ટ્રક કે જેમાં વોશિંગ મશીન ભરેલા હતા તેને પકડી પાડ્યોહતો. ટ્રકની તપાસ કરતા વોશિંગ મશીનની આડ માં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. ટ્રક માંથી પોલીસને વોલ્ટાસ કંપનીના 102 નંગ વોશિંગ મશીન મળી આવ્યા હતા. આ ઉપરાંત 7,332 નંગ દારૂ તેમજ બિયર પણ મળી આવ્યા હતા. પોલીસે રાજસ્થાનના પુરારામ જાટ અને ધર્મારામ જાટની ધરપકડ કરી છે.