સુરત(Surat): શહેરમાં હત્યા(Murder)ના બનાવોમાં દિવસેને દિવસે સતત વધારે થઈ રહ્યો છે. સુરતના પુણા(Puna) વિસ્તારમાં મોતનો ખેલ ખેલાતા સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો છે. આ સમગ્ર ઘટના અંગેની જાણ થતા પોલીસ તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર પુણા વિસ્તારમાં નજીવી બાબતે યુવક ની ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી. પાર્કિંગ બાબતે ઝગડો થતા યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેનું ગળું પણ દબવવામાં આવ્યું હતું. જેને કારણે સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું. પુણા પોલીસ એ હત્યાનો ગુનો નોંધી હત્યારાની ધરપકડ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં ગુનાખારોના બનાવો દિવસેને દિવસે ખુબ જ વધી રહ્યા છે. સુરત શહેરમાં દુષ્કર્મ, હુમલો કે પછી હત્યાના બનાવો સતત વધી રહ્યા છે.
સુરતના છેલ્લા લાંબા સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસને દિવસે કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે. પોલીસની નિષ્ક્રિયતાના પગલે સુરતમાં મોટા પ્રમાણમાં ચોરી, લૂંટ, હત્યા અને હત્યાના પ્રયાસની ઘટનાઓ સામે આવી રહી છે જે સુરતની ગરીમાને કલંક લગાડી રહી છે. 48 કલાકમાં સુરતમાં એક હત્યાનો ગુનો દાખલ થતો હોય છે. હવે વધુ એક હત્યાનો બનાવ બનતા સમગ્ર વિસ્તાર સહીત શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.