Fine collected from 29 societies in Surat: હાલમાં વધી રહેલા રોગચાળાને ધ્યાને લઇને કમિશ્નરના આદેશ મુજબ VBDC વિભાગીય કામગીરીને ઝુંબેશરૂપી કાર્યવાહી હાથ ધરવા સૂચન કરવામાં આવ્યું છે. જેને લઈને એડીશનલ સિટી ઇજનેર (સિવીલ), સુરત મહાનગરપાલિકાના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ નાયબ આરોગ્ય અધિકારી તેમજ જંતુનાશક અધિકારી, નવો પૂર્વઝોન (સરથાણા)ના સીધા સુપરવિઝન હેઠળ તારીખ 12/10/2023 થી 14/10/2023 દરમ્યાન મોટાવરાછા ખાતે ચાલી રહેલ કુલ 85 બાંધકામ સાઇટ ખાતે વી.બી.ડી.સી. વિભાગીય કામગીરી કરાવડાવતાં મચ્છરજન્ય ઉત્પત્તિ ધરાવતાં બાંધકામ ખાતેથી કુલ 1,52,500 જેટલા ખર્ચની વસુલાત કરવામાં આવી હતી.
અત્રે ઉલેખનીય છે કે, 85 બાંધકામ સાઇટ ખાતે વી.બી.ડી.સી. વિભાગીય કામગીરી કરાવડાવતાં મચ્છરજન્ય ઉત્પત્તિ ધરાવતાં (બ્રિડીંગ માલૂમ પડતાં) અનુક્રમે કુલ (૧)આઇ.ટી.પાર્ક, (૨) રિયો બિઝનેસ હબ, (૩)નિલગીરી હાઇટસ, (૪) વરદાન હાઇટસ, (૫) સાજન બંગ્લોઝ, (૬) એસ.એમ.સી આરોગ્ય કેન્દ્ર (બાંધકામ)વોર્ડ-બી., (૭) પ્રિયંક એવન્યુ, (૮) એસ.એમ.સી શોપીંગ(બાંધકામ), (૯) રંગીલા પાર્ક, (૧૦) અવધ પલ્સબેરી, (૧૧) ધારા હોમ્સ, (૧૨) સિલ્વાસા સ્ટોન, (૧૩) ઇડન ઇમ્પીરીયલ, (૧૪) સિગ્નેચર હાઇટસ, (૧૫) દેવમ હાઇટસ,(૧૬) પ્રથમ એવન્યુ, (૧૭) તુલીપ રેસી., (૧૮) ગ્રીનવ્યુ હાઇટસ, (૧૯)કેદાર હિલ્સ, (૨૦) ગોપીન રિવર વિલે, (૨૧)શાંતિનિકેતન સોસા., (૨૨) અનમોલ રો.હા., (૨૩) વ્રજભુમી રો.હા., (૨૪) અંબિકા પિનેકલ રેસી., (૨૫) સત્યમ રો.હા., (૨૬) અનંતા હાઇટસ, (૨૭) દ્વારકેશ સોસા., (૨૮) ગ્લોરી હાઇટસ, (૨૯) સુમેરુ સીટી મોલ બાંધકામ ખાતેથી કુલ 1,82,500/- જેટલો વહિવટી પરચુરણ ખર્ચની વસુલાત કરવામાં આવેલ છે.
તેમજ મળી આવેલ બ્રિડીંગનો સ્થળ ઉપર નાશ કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીમાં કુલ 03 પ્રાયમરી હેલ્થ વર્કર તથા 13 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર દ્વારા કુલ 6837 ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરી કુલ 12635 બ્રિડીંગ સ્પોટ ચેક કરતાં કુલ 47 બ્રિડીંગનો નાશ કરાવી સોર્સ રિડક્શનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. તેમજ રૂપિયા 10,000 મળી કુલ- રૂપિયા 1,92,000 વહિવટી પરચુરણ ખર્ચ ની વસુલાત હાથ ધરવામા આવેલ છે. આમ, સમગ્ર કામગીરી દરમ્યાન કુલ 28 સુપરવાઇઝર સ્ટાફ તથા કુલ 43 બેલદારને રોકીને કામગીરી કરાવડાવવામાં આવેલ છે.
કમિશ્નરે બાંધકામ ધારકોને જણાવતા કહ્યું કે, તેઓ પોતાની બાંધકામ સાઇટ ખાતે મચ્છરજન્ય પરિસ્થિતિ નિવારવા દર અઠવાડીક એક દિવસ તમામ પાણી ભરાવાને સ્થળે ડિઝલનો છંટકાવ કરવા ઉપરાંત સાઇટ ખાતે રહેતાં મજૂરોને મચ્છરદાનીની સુવિધા પુરી પાડવા અનુરોધ કરવામાં આવે છે તેમજ રહેણાંક વિસ્તારના રહીશોને પાણી ભરવાના તમામ પાત્રોને દર અઠવાડીયે એક દિવસ અંદરની સપાટી ઘસીને સાફ કરીને સૂકવીને ઉપયોગમાં લેવા અનુરોધ કરવામાં આવે છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube