સુરતમાં મોબાઈલ સ્નેચરોનો વધતો આતંક: ડભોલીમાં સતત બીજા દિવસે ફોન લુંટી બાઈકસવારો ફરાર- જુઓ CCTV ફૂટેજ

Mobile snatchers in surat: સુરત શહેરમાં મોબાઇલ સ્નેચરોનો આતંક દિવસને દિવસે ખુબ વધી રહયો છે. રસ્તેથી પસાર થતા રાહદારીઓ તેમજ રસ્તા પર ઉભા રહીને ફોન પર વાત કરતા લોકોના હાથમાંથી મોબાઇલ ખેચી બાઈક પર આવતા સ્નેચરો ધૂમ સ્ટાઈલમાં ફરાર થઈ રહ્યા છે અને આવી જ એક વધુ ઘટના સુરતના(mobile snatchers in surat) સિંગણપોર વિસ્તારમાં સામે આવી છે. જેમાં ડભોલી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથમાંથી પળભરમાં જ બાઈક પર આવેલા સ્નેચરો મોબાઈલ ખેંચી ધૂમ સ્ટાઇલમાં ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

સુરત શહેરમાં બાઈક પર આવી મોબાઇલ સ્નેચિંગ કરીને બાઇક સવાર ધૂમ સ્ટાઇલમાં ફરાર થઇ રહ્યા છે. રસ્તેથી પસાર થતા અને રસ્તામાં ઉભા રહીને ફોન પર વાત કરતા લોકોને આવા સ્નેચરો પોતાના નિશાન બનાવી રહ્યા છે. આ પ્રકારની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે.

અને પોલીસે આવા કેટલાક ગુનેગારોની ધરપકડ પણ કરી છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આવી જ એક વધુ ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના સિંગણ પોર વિસ્તારમાં આવેલા ડભોલી ચાર રસ્તા પાસે એક યુવકના હાથમાંથી બાઇક પર આવેલા ઈસમો પળભરમાં જ મોબાઈલ ફોન ખેંચીને ફરાર થઇ ગયા હતા.

શહેરમાં બાઇક સ્નેચરોનો આતંક ખુબ વધી રહ્યો છે. રસ્તેથી પસાર થતા રાહદારીઓ પોતાના મોબાઈલ ફોન જોતા હોય કે પછી પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા હોય ત્યારે આવા સ્નેચરો આ તકનો લાભ લઈને તેઓના હાથમાંથી મોબાઈલ ફોન ખેંચની ફરાર થઇ રહ્યા છે.

આ પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ પોલીસ ચોપડે પણ નોંધાઈ રહી છે. પોલીસ આવા કેટલાય આરોપીઓને પકડ્યા છે, પરંતુ તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. આવા સ્નેચરો ન માત્ર મોબાઈલ પરંતુ વૃદ્ધ લોકોને નિશાન બનાવી ચેઇન સ્નેચિગની પણ ઘટનાઓ બની રહી છે. ત્યારે પોલીસ આવા આરોપીઓને પકડીને આ પ્રકારની ઘટનાઓ પર અંકુશ લાવે તે પણ જરૂરી બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *