વડોદરામાં વાઘોડિયા GIDCમાં આવેલી જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વખત આગ લાગી. ઈન્ડસ્ટ્રીના પાછળના ભાગમાં આગ લાગી હતી. એગ્રો ઇન્ડસ્ટ્રીના સોલ્વન્ટ પ્લાન્ટ આજે વહેલી સવારે ભીષણ આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા આ વિસ્તારને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના અધિકારીઓ આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યા છે. આજે સવારે એગ્રો ઈન્ડસ્ટ્રીના 4 શેડમાં આગ લાગી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબુમાં લેવા પ્રયાસ થઈ રહ્યા છે. જોકે આગ ભીષણ હોવાથી તેની ઉપર કાબૂ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં લાગેલી આગ ફાયર વિભાગ દ્વારા 6 કલાકે પણ કાબૂમાં આવી નથી.
ઈન્ડસ્ટ્રીમાં ખેતીમાં વપરાતી દવા બનાવવામાં આવે છે
જય શ્રી એગ્રો ઈન્ડસ્ટ્રીમાં ખેતીમાં વપરાતી દવા બનાવવામાં આવે છે. કેમિકલના કારણે ઈન્ડસ્ટ્રીમાં આગ સતત વધી રહી છે. સોલ્વન્ટ-કેમિકલથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ છે. કંપનીની એક બિલ્ડીંગમાં આગ હજુ પણ યથાવત્ છે. વાઘોડીયા GIDC સ્થિત શેડ નં-1043માં મોટા પ્રમાણમાં સોલ્વન્ટનો જથ્થો મુકવામાં આવ્યો હતો. જ્યાં અચાનક આજે વહેલી સવારે 4 વાગ્યે સોલ્વન્ટના પ્લાન્ટમાં આગ લાગતા આખો પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો. પ્લાન્ટમાં લાગેલી ભીષણ આગને પગલે આસપાસની કંપનીઓ તેમજ ગ્રામજનો ચિંતામાં મુકાઇ ગયા હતા. વાઘોડીયા GIDCમાં લાગેલી ભીષણ આગ પર કાબૂ મેળવવા માટે વડોદરા ફાયર બ્રીગેડની મદદ લેવામાં આવી છે. ઘટના સ્થળે પહોંચેલા વાઘોડિયા અને વડોદરા ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
કંપનીમાં ફાયર સેફ્ટીની પુરતી સુવિધા નથી
જય શ્રી એગ્રો ઇન્ડસ્ટ્રીમાં જ્વલનશિલ સોલ્વન્ટનો જથ્થો હોવાના પ્રમાણમાં ફાયર સેફ્ટી પુરતી સુવિધા નથી તેમ જાણવા મળ્યું છે. દરજીપુરા ફાયર સ્ટેશનના સબ ફાયર ઓફિસર હર્ષવર્ધન પુવારે જણાવ્યું હતું કે, સવારે 5 વાગ્યે આગ લાગની હોવાનો કોલ મળતા મેજર કોલ જાહેર કરીને અમારી ટીમો સ્થળ ઉપર દોડી ગઇ હતી. આગ બુઝાવવાની કામગીરી ચાલુ કરી હતી.
હજી 60 ટકા જેટલી આગ કાબૂમાં આવી છે
કંપની દ્વારા આ જગ્યા પર એગ્રિકલ્ચર પોડ્કટનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમાં જ્વલનશિલ સોલ્વન્ટનો જથ્થો વધારે હતો. આ ઉપરાંત અન્ય કેમિકલયુક્ત રો-મટિરીયલ દવાઓ બનાવવાના ઉપયોગમાં લેવામાં આવતુ હતું. જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ચારેય તરફ પાણી અને ફર્મનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરાયા હતા. અત્યાર સુધીમાં અંદારે દોઢ લાખ લિટર પાણી અને 5 હજાર લિટર ફર્મનો મારો ચલાવવામાં આવ્યો છે. હજી 60 ટકા જેટલી આગ કાબૂમાં આવી છે. ફાયર બ્રિગેડના 35 જેટલા જવાનો દ્વારા આ કામગીરી ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news