સુરતના કતારગામ વિસ્તારમાં ચાલુ ટેમ્પામાં અચનાક ભભૂકી ઉઠી આગ – જુઓ વિડીયો

ગુજરાતમાં અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના સુરતના કતારગામ વિસ્તારમાંથી સામે આવી છે. લલીતા ચોકડી સર્કલ પાસે અચાનક ટેમ્પામાં આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોક સર્કલ પર ટેમ્પા માં અચાનક આગ ફાટી નીકળતા ઘટના સ્થળ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ત્યાં ભેગી થયેલી ભીડમાંથી કોઈ વ્યક્તિએ ફાયર બ્રિગેડ ને જાણ કરતા ટૂંક સમયમાં જ ફાયર બ્રિગેડ નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવ્યો પરંતુ ટેમ્પો બળી ને ખાખ થઇ ગયો હતો.

સુરત કતારગામ લલિતા સર્કલ પર ચાલુ હાલત માં ફોર વીલ ટેમ્પા માં આગ લાગતા સમગ્ર રોડ પર અફડાતફડી ના દ્રશ્યો સર્જાયા. ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો. ફાયર બ્રિગેડ ને કૉલ મળતા કતારગામ ફાયર નો કાફલો ઘટના સ્થળે પહોંચી ને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ એ હદે લાગી હતી કે જોત જોતા માં ટેમ્પો બળીને ખાખ થઈ જવા પામ્યો હતો ડ્રાઈવર ની સમય સૂચકતા ના પગલે મોટી જાન હાનિ ટળી હતી.

ટેમ્પો નો ડ્રાઈવર પણ ટેમ્પો મુકી ને ભાગી છૂટયો હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાની ઘટના માં ફાયર ના અધિકારી દ્વારા જણાવ્યું હતું કે, ટેમ્પા ની અંદર કોઈ જ્વલંત શીલ પ્રવાહી ભરેલી ટાંકી હોવાનું સામે આવ્યું છે જેને લઈને આટલી મોટી આગ પ્રસરી અને ટેમ્પો બળી ને ખાખ થયો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *