ઇંગ્લેન્ડ (England): 14 ફેબ્રુઆરીના દિવશે વેલેન્ટાઈન ડે (Valentine’s Day) ઉજવામાં આવે છે આજના દિવસને પ્રેમનો દિવસ તરીકે ઊજવવાય છે. ઘણા લોકો આજના દિવશે લગ્ન પણ યોજે છે.આજે વેલેન્ટાઈન ડે ના રોઝ આપણેએક એવા કપલ (couple) વિષે ચર્ચા કરીશું જે સાંભળી તમે પણ થોડી નવાય લાગશે.
વાત એમ છે કે, એક કાઠિયાવાડી યુવક સાથે ઇંગ્લેન્ડની યુવતીની આંખથી આંખ મળી અને બંનેને પ્રેમ પાંગર્યો. પ્રેમને ક્યારેય કોઈ સરહદના સીમાડા નડતા નથી આ વાત પર તમને પણ આ ઘટના સાંભળીને વિશ્વાસ થઇ જશે. આ ઘટનામાં રાજકોટના યુવક સાથે ઇંગ્લેન્ડની એક યુવતીને પ્રેમ થયો હતો અને ત્યાર બાદ યુવતી પરિવાર સાથે ભારતીય સંસ્કૃતિ મુજબ સ્ગાય અને લગ્ન કરવા માટે રાજકોટ આવી છે.
ત્યાં રવિવારે રાજકોટના કાલાવડ રોડ પર આવેલી હોટલમાં વૈદ્ય પરિવારના દીકરા અને ઇંગ્લેન્ડની દીકરીની સગાઇ કરવામાં અવી હતી. તેઓએ નક્કી કર્યું છે કે, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અગ્નિની સાક્ષીએ ફેરા ફરી લગ્ન કરશે અને એકબીજાના જીવનસાથી બનશે. ઇંગ્લેન્ડની યુવતી કાઠિયાવાડી યુવકના પ્રેમમાં સાત સમુંદર પાર કરીને ભારત આવી છે.
રાજકોટમાં રહેતા યુવકનું નામ કિશન છે, તે વૈદ્ય પરિવારનો દીકરો છે. કિશન અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયો હતો ત્યારે તેની અભ્યાસ કરતી યુવતી એલી ગાઢ મિત્રતા થઇ અને તેમની મિત્રતા ધીમે ધીમે બંનેની મિત્ર પ્રેમમાં ફેરવાય હતી. ત્યાર બાદ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું અને પરિવારના લોકોને કહ્યું. બંનેના પરિવારના લોકો માની ગયા અને તેથી એલી તેના પરિવાર સાથે ભારત આવી અને હવે બંનેકા ઠિયાવાડ રીતરિવાજ મુજબ લગ્ન કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.