સુરતના વરાછા વિસ્તારમાં આવેલી ગોવર્ધન હવેલી પાસે રહેતા પપ્પુ દેવીપૂજકની 3 વર્ષની દીકરી પૂજાને મોડી રાત્રે અજાણી મહિલા દ્વારા અપહરણ કરી લેવામાં આવી હતી.અપહરણની ઘટનાની જાણ થતા જ વરાછા પોલીસ અને ઉપરી અધિકારીની ટિમ બાળકીને શોધવામાં લાગી ગઈ હતી. દરમિયાન રેલવે સ્ટેશન પાસે ના સીસીટીવી ફૂટેજમાં એક મહિલા બાળકી લઈ ને દોડતી શંકાસ્પદ દેખાઈ હતી.
જેથી પોલીસે સીસીટીવી ફૂટેજ ના આધારે મહિલા ની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન ભૂંસાવલ રેલવે સ્ટેશન પાસેના રીક્ષા ચાલકએ મહિલાને ફોટાને આધારે ઓળખી લીધી હતી તથા મહિલાને કોઈ સંતાન ન હતું તો આ બાળક ક્યાંથી આવ્યું એ અંગે શંકા ગઈ હતી. રીક્ષા ચાલકે તુરત આ અંગે નજીક ના પોલીસ મથક માં જાણ કરી હતી. પોલીસે જાણકારીના આધારે આ મહિલા ને ઝડપી પાડી હતી અને બાળકી ને સહી સલામત મહિલા ના ચૂંગાલમાંથી છોડાવી હતી.
પુછપરછ માં મહિલા ને સંતાન ન હતું જેની ખોટ પુરી કરવા તેણે બાળકીનું અપહરણ કર્યું હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી. હાલ વરાછા પોલીસે બાળકીનો કબજો લઈ તેને સુરત લઈ આવી હતી. જ્યાં બાદમાં બાળકીનો કબજો માતાપિતાને આપ્યો હતો.માતાપિતાએ બાળકી ને જોતા જ તેણીને ભેટી લીધી હતી.પરિવાર ના સભ્યોની ખુશીનો પાર ના રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.