નવરાત્રી ના દિવસો માં એક વીર પુરુષ ની યાદ આવે “જોગીદાસ ખુમાણ”

In the days of Navratri, a heroic man is reminded of "Jogidas Khumna"

Published on: 10:27 am, Mon, 30 September 19

એક દિવસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછયુ બેટા કોઈ છે આજુંબાજું માં

છોકરી : ના મારા મામા ને ત્યા મોટી થાવ છુ મા-બાપ મરી ગયા છે જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે બેટા હું એમ નથી કહેતો પણ આમ એકલી તુ ધણહેર મા ઢોર ચારે છે તો તારી ઈજ્જત ની તારા શીયળ ની તને બીક નથી લાગતી બેટા ત્યારે એ અઢાર વીસ વર્ષ ની ધણહેર મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે અમારા વિસ્તાર મા જોગીદાસ ખુમાણ ના બહારવટા છે બાપુ એ
(દિકરી ને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે મારી સામે પણ જોઈ શકે

4 - Trishul News Gujarati Breaking News

ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ સામે જોઈ બેઈ હાથ ઉંચા કર્યા અને એટલુ બોલ્યા કે (ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાવ)
હે કશ્યપ ના પુત્ર સુરજનારાયણ મારૂ બહારવટું હાલે કે ના હાલે પણ આવી વીસ અઢાર વર્ષની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખી ને આમ વગડા માં ઢોર ચારતી હોય તો હું જીવુ ત્યા સુઘી મારી ઈજ્જત આવી ને આવી રાખજે બાપ

4.2 17 - Trishul News Gujarati Breaking News

એવી જ રીતે તમારી શેરી મા કે ગામ મા કે સોસાયટી મા આવી નાની દીકરી ઓ એક વિશ્વાસ રાખી ને ગરબા લેતી હોય કે હજી મારા ગામ નો કે મારી શેરી નો કે મારી સોસાયટી નો ભાઈ જાગે છે તો એનો વિશ્વાસ તુટે નહી અને આપણી ભારતીય સભ્યતા ની લાજ ન જાય એટલા માટે કોઈ એકલી બેન દિકરી ને જુઓ ત્યારે સોરઠ ના મહાપુરુષ ને યાદ કરજો અને વીચારજો કે આપણે તો આવા આદર્શો લઈ ને જીવનારી પ્રજા છીએ…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.