અમદાવાદ(Ahmedabad): શહેરમાં ભારે વરસાદ(heavy rain)ને કારણે ઠેર-ઠેર તારાજી અને પાણી ભરાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા હતા, સમગ્ર અમદાવાદ શહેરમાં પોશ વિસ્તારથી લઈને પછાત વિસ્તાર, તમામ જગ્યાઓ પાણી પાણી થઇ જવા પામી હતી. વાત કરવામાં આવે તો ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘુસી ગયા હતા.
ત્યારે ફરી એક વખત તંત્રની લોલમ લોલ સામે આવી હોય તેવું આ વાયરલ થઇ રહેલા વિડીયો પરથી લાગી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો અમદાવાદના અમરાઈવાડીમાં મેટ્રો પિલર 119 નજીક મસમોટો ભૂવો પડ્યો હતો. AMCને આ અંગે જાણ થતા ભૂવાને કોર્ડન કરી કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. ત્યારે હવે આ ભૂવો પડવાનો લાઈવ વીડિયો સામે આવ્યો છે.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે રસ્તા વચ્ચે સ્વીમીગ પુલ જેવડો લાઈવ ભૂવો પડી રહ્યો છે. ત્યારે આ વિડીયોને લઈને તંત્ર સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. શું રોડ-રસ્તા દરમિયાન કોઈ ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે કે શું? જો કોઈ પણ પ્રકારની જાનહાની થાય કે અકસ્માત થાય તો જવાબદાર કોણ?
આ પહેલા પણ એક મસમોટો ભૂવો પડી ચુક્યો છે:
આ પહેલા અમદાવાદના શાહીબાગવિસ્તારના ભયાનક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં એક આખે આખી કાર ભૂવામાં સમાઈ ગઈ છે. આ તસ્વીરો જોઇને તમામ લોકોની આંખો પહોળીને પહોળી જ રહી ગઈ હતી.
અમદાવાદ વરસેલા ધમાકેદાર વરસાદના કારણે આખું શહેર જળબંબાકાર થઇ ગયું હતું. અમદાવાદના અનેક વિસ્તારોમાં અને સોસાયટીઓમાં ઠેર-ઠેર પાણી ફરી વળ્યા હતા તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. પાણી ભરાવવાને કારણે વાહનચાલકોએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.