ગુજરાતના આ શહેરમાં ત્રાટક્યું અસંખ્ય મચ્છરોનું વાવાઝોડું- દ્રશ્યો જોઇને ઉડી ગયા લોકોના હોશ

તમે આકાશમાં પવનથી આવતા વાવાઝોડા જોયા હશે તેમજ તમે આકાશમાં પક્ષીઓના ઉડતા ઝુંડ જોયા હશે પરંતુ શું તમે કોઇપણ દિવસ મચ્છરોના ઉડતા ઝુંડને જોયા છે…

તમે આકાશમાં પવનથી આવતા વાવાઝોડા જોયા હશે તેમજ તમે આકાશમાં પક્ષીઓના ઉડતા ઝુંડ જોયા હશે પરંતુ શું તમે કોઇપણ દિવસ મચ્છરોના ઉડતા ઝુંડને જોયા છે નહિ તો ચાલો આજે આપણે જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે રાજકોટ (Rajkot) માં મચ્છરોના ઉડતા ઝુંડ જોવા મળ્યા છે. આ ઉડતા મચ્છરોના ઝુંડને જોઇને તમારી આંખો ખુલીને ખુલી રહી જશે.

આકાશમાં મચ્છરોના ઉડતા ઝુંડની વાત સંભાળીને બધાને નવાઈ લાગતી હશે. કહેવામાં આવી રહ્યું છે કે આ મચ્છરોના ઉડતા ઝુંડ રાજકોટમાં આવ્યું હતું. આવેલ ઝુંડને કારણે શું ત્યાના માણસો પોતાના ગાય ભેંસને મચ્છરદાનીમાં રાખશે. તેમજ સોસિયલ મીડિયા પર મચ્છરના આ આક્રમણના દ્રશ્યો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે

આ મચ્છરોના ઉડતા ઝુંડને કારણે રાજકોટના રહેવાસીઓ ત્રાસી ઉઠ્યા છે. મચ્છરોના ઉડતા ઝુંડને કારણે દરેક લોકોને વિચાર આવી રહ્યા છે કે મચ્છરનું ઝુંડ આવ્યું ક્યાંથી હશે. તેમજ કહેવામાં આવે છે કે દર વર્ષે ચિકનગુનિયા, મલેરિયા, ડેન્ગ્યુ, જેવા મચ્છર કરડવાથી થતા રોગોના લીધે વિશ્વભરમાં મોટી માત્રામાં લોકો પોતાનો જીવ ગુમાવે છે.

તેમજ કહેવાય રહ્યું છે કે હાલ રાજકોટમાં મચ્છરની સુનામી આવી છે, રાજકોટની આ જગ્યાઓ પર મચ્છરોના ઉડતા ઝુંડને કારણે મચ્છરોનું ઉપદ્ર વધ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેના કારણે રાજકોટ વાસીઓમાં બીમારીના જોખમમાં વધારો થયો છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો કરોડોનો ખર્ચ હાલ પાણીમાં વહી ગયો હોય તેવું લાગી રહ્યું છે ઉડતા ઝુંડને તમે સોસિયલ મીડિયા પર વાયરલ થયેલ વિડીયોમાં જોય શકો છો વિડીયોને જોતા લાગી રહ્યું છે કે આ જીવલેણ મચ્છરોએ રાજકોટને પોતાનું ઘર બનાવી લીધું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *