અવારનવાર સોસિયલ મીડિયા પર કેટલાક વિડીયો વાયરલ થતા રહેતા હોય છે ત્યારે હાલમાં આવા જ એક વિડીયોને લઈ સમાચાર સામે આવ્ચ્યા છે. આપ સૌને જાણ તો હશે જ કે, ગીર જંગલના રાજા એવા ડાલામથ્થા સાવજનાં કેટલાક વિડીયો વાયરલ થતા હોય છે ત્યારે હાલમાં આવો જ એક વિડીયો વાયરલ થયો છે.
ગીર નજીક આવેલા એક ગામમાં વન્ય પ્રાણીઓ અવાર નવાર શિકારની શોધમાં આવી આંટાફેરા કરતા જોવા મળતાં હોય છે. આજે વધું એક વીડિયો સામે આવ્યો છે. આ વિડિયો ગીર નજીક આવેલા ગામનો છે. ગામનાં બસ સ્ટેશન પર આવેલી દુકાનની સીડી ઉપર સિંહ ચઢી ગયો ત્યારબાદ નીચે ઉતરીને રહેઠાણ વિસ્તારની ગલીમાં જતો જોવા મળ્યો.
View this post on Instagram
એ સમયે રસ્તા પર એક શ્વાને સિંહને ભસવા લાગ્યું. એ અવાજ સાંભળીને સિંહ ગલીમાંથી બહાર નિકળી શ્વાનની પાછળ દોટ મુકતા શ્વાન ઉભી પૂંછડીએ ભાગ્યો. આ સમગ્ર ઘટના મોડી રાત્રે સર્જાય હતી. આ વિસ્તારમાંથી પસાર થતા લોકો એ મોબાઈલમાં વીડિયો શૂટ કર્યો. ત્યાર બાદ સિંહે ગામમાં બે પશુના મરણ કરીને મિજબાની માણી વહેલી સવારે સીમ વિસ્તારમાં જતો રહ્યો હતો. થોડા દિવસ પહેલા બે સિંહોએ ગાયનું મારણ કરી મિજબાની માણી હતી. અવાર નવાર સિંહ આવી ગામ લોકોમાં ભયનું વાતાવરણ.
એક વર્ષ પહેલા એક રમત રમતા સિંહનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડીયો વેરાવળ તાલુકામાં આવેલ મંડોર ગામની સીમના કોઈ ખેતરનો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. આ વીડીયોમાં સિંહ રમત રમતા-રમતા મગફળીના ચારાના ઢગલા પર ચડી જઈને આરામ ફરમાવતો જોવા મળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.