પાટણમાં અકસ્માતગ્રસ્ત વાહન સાથે ધડાકાભેર અથડાઈ લક્ઝરી બસ, ટક્કર એટલી ભયંકર હતી કે બસના ફૂરચા નીકળી ગયા

અકસ્માત (Accident)ની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જ જાય છે. એવામાં માહિતી મળી આવી છે કે, રાજ્યમાં આજે ખાનગી લક્ઝરી બસો(Private luxury bus) અને એસ.ટી.બસ (S.T.Bus)ને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં એક બનાવ પાટણ(Patan) જિલ્લામાં બન્યો છે. નર્મદા(Narmada) જિલ્લામાં એસ.ટી. બસને અકસ્માત નડ્યો છે, તો અમદાવાદ-મહેસાણા હાઇવે(Ahmedabad-Mehsana Highway) પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે.

મળતી માહિતી અનુસાર, અમદાવાદ-મહેસાણા હાઈવે પર થયેલા અકસ્માતમાં 14 લોકોને ઈજા પહોંચી છે. પાટણ ખાતેના બનાવમાં 25 લોકો ઇજાગ્રસ્ત થયા છે. નર્મદામાં એસ.ટી. બસને નડેલા અકસ્માતમાં 58 લોકોને ઈજા પહોંચી છે. સારી વાત તો એ છે કે, ત્રણેય બનાવમાં કોઈ જાનહાની થઈ નથી. જોકે, અમુક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત જરૂર થયા છે.

પાટણમાં લક્ઝરી બસને નડ્યો અકસ્માત:
અહીં, એક ખાનગી લક્ઝરી બસ મુંદ્રાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આ દરમિયાન પાટણના સાંતલપુર હાઇવે પર અકસ્માતગ્રસ્ત વાહન સાથે આ બસની જોરદાર ટક્કર થઈ ગઈ હતી. જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં 25 લોકોને ઈજા પહોંચી હતી. 25માંથી ચારની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. તમામ લોકોને 108 મારફતે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બસમાંથી ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા.

અંકલેશ્વર જતી એસ.ટી. બસને અકસ્માત:
આ પછી વધુ એક અકસ્માતની ઘટના બની હતી. જેમાં નર્મદાના બેડવાણથી અંકલેશ્વર જતી બસને સામરપાડા પાસે  અકસ્માત નડ્યો છે. બાઇક ચાલકને બચાવવા જતાં બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. બસમાં કુલ 58 લોકો સવાર હતા. તમામને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ડેડિયાપાડા રેફરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મહેસાણા-અમદાવાદ હાઇવે પર લક્ઝરી બસને અકસ્માત:
આ ઉપરાંત અમદાવાદ-મહેસાણા હાઇવે પર એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. મળતી માહિતી પ્રામણે ભાસરીયા ચોકડી પાસે આ બનાવ બન્યો હતો. જાણવા મળ્યું છે કે, અકસ્માતમાં 14 જેટલા લોકોને ઈજા પહોંચી છે. જેમાં એક લક્ઝરી બસ હાઇવે પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર 14 લોકોને નાની મોટી ઈજા પહોંચી છે. અકસ્માતમાં ઘાયલોને સારવાર માટે અમદાવાદ અને મહેસાણા ખાતે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *