હૈતી: હૈતીના પૂર્વ કિનારે શનિવારે 7.2ની તીવ્રતા ધરાવતો ભૂકંપ આવ્યો હોવાના સમાચાર સામે અવાય છે. યુએસ જીઓેલોજિકલ સરવેએ જણાવ્યું હતું કે, તેનું મુખ્ય કેન્દ્ર સેન્ટ-લુઇસ ડુ સુડના ઉત્તરપૂર્વથી 12 કિલોમીટરે હતુ. હૈતીના નવા વડાપ્રધાન એરિયલ હેનરીએ જણાવ્યું કે, આ ભૂકંપના લીધે દેશના વિવિધ હિસ્સામાં કુલ 29 લોકોનાં મોત નીપજ્યા છે અને મોટાપાયા પર જાનમાલનું નુકસાન થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તેમની સરકાર દ્વારા ભૂકંપ પીડિતોને મદદ કરવા તેમના સંસાધનોના છેલ્લામાં છેલ્લા અંશનો ઉપયોગ કરવામાં આવશે. હૈતીવાસીઓ આ પરિસ્થિતિમાં પોતાની જાતને સંભાળે. રાજધાનીમાં પણ લોકોએ ધરતીકંપના આંચકા અનુભવ્યા હતા અને ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.
જાણવા મળ્યું છે કે, પોર્ટ ઓ પ્રિન્સની રાજધાનીમાં લોકોએ આંચકા અનુભવ્યા હતા અને ડરના માર્યા ગલીઓમાં ધસી આવ્યા હતા. આ અંગે ત્યાની રહેવાસી એક મહિલાએ જણાવ્યું કે, તે સવારે ધરતીકંપના આંચકાના લીધે ઉઠી ગઈ હતી અને તેણે તેના બેડને રીતસરનો હલતો જોયો હતો. હું તરત જાગી ગઈ અને મારા જૂતા પણ પહેરવા ન રહી અને બહાર દોડી ગઈ. અમે 2010નો ભૂકંપ જોયો હતો.
મને પછી યાદ આવ્યું કે મારા બે સંતાન અને મારી માતા હજી પણ અંદર છે. મારો પડોશી અંદર જઈને તેમને બહાર લઈ આવ્યો અને અમે ગલીઓમાં દોડી ગયા ગયા. હૈતીમાં 2018માં આવેલા 5.9ની તીવ્રતાવાળા ધરતી કંપમાં ડઝનેક લોકોના મોત નીપજ્યા હતા.
જ્યારે 2010માં 7.1ની તીવ્રતાવાળા આવેલા ધરતીકંપમાં ત્રણ લાખથી પણ વધારે લોકો માર્યા ગયા હતા અને મોટાપાયા પર નુકસાન થયું હતું. આટલું ઓછું હોય તેમ નેશનલ હરિકેન સેન્ટરે આગાહી કરી છે કે, સોમવારે રાત્રે કે મંગળવારે સવારે વાવાઝોડું પણ તેને ટકરાઈ શકે છે. જાણવા મળ્યું છે કે, રાષ્ટ્રપતિની હત્યાને માંડ મહિનો થયો છે ત્યારે આ નવી કટોકટીએ હૈતીવાસીઓની સ્થિતિ વધારે ખરાબ બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.