ગુજરાત: કાપડના ગોડાઉનમાં લાગી ભયંકર આગ, આટલા લોકો અંદર જ બળીને ભડથું થઇ ગયા

ગુજરાતમાં અવારનવાર અકસ્માતની અથવા તો આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે. અમદાવાદ શહેરના પીરાણા-પીપળજ રોડ પર આવેલ કાપડના ગોડાઉનમાં બપોરે આગની ઘટના બની છે.

જેને કારણે ફાયરબ્રિગેડની કુલ 8 જેટલી ગાડીઓ ઘટનાસ્થળ પર જવાં માટે રવાના થઈ હતી. કાપડના ગોડાઉનમાં આગ લાગતા એક દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. જેમાં કુલ 12 જેટલા લોકો ફસાઈ ગયા હતા. આ 12 લોકોમાંથી કુલ 4 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ફાયરની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં ફાયર બ્રિગેડની કુલ 24 ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

સૌથી વધારે આગની ઘટનાઓ અમદાવાદમાં :
વર્ષ 2017-’18માં રાજ્યમાં કુલ 7,330 જેટલી આગની ઘટનાઓ બની હતી, જેમાં સૌથી વધારે આગની ઘટનાઓ અમદાવાદ શહેરમાં નોંધવામાં આવી હતી. જેને લીધે મિલકતોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું હતું. સમગ્ર રાજ્યમાં દરરોજ કુલ 21 જેટલી આગની ઘટનાઓ બને છે.

જ્યારે ટકાવારીની દ્રષ્ટિએ જોવામાં આવે તો રાજયમાં બનેલ આગની ઘટનામાં કુલ 31% ઘટના તો અમદાવાદ ફાયર વિભાગમાં નોંધવામાં આવી હતી. જ્યારે વર્ષ 2018-’19માં મળેલ ફાયર કોલ પ્રમાણે કુલ 2,123 જેટલા આગના કોલ મળ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *