ચીનના વુહાન માંથી આવેલો કોરોનાએ હાલમાં આખા વિશ્વને સંકટ માં નાખી દીધું છે. દુનિયાના દરેક દેશમાં કોરના વાઇરસ થી હજારો લોકો સંક્રમિત થઇ ચુક્યા છે અને દુનિયાભરમાં હજારો લોકો પોતાનો જીવ પણ ગુમાવી ચુક્યા છે. ત્યારે ગુજરાતના ડાયમંડ સીટી સુરતમાંથી સારા સમાચાર આવી રહ્યા છે.
જણાવી દઈએ કે સુરતના એક ડાયમંડ યુનિટમાં કામ કરતા વ્યક્તિ નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો, તે એક વૃદ્ધ ના સંપર્કમાં માત્ર ૬૦ સેકન્ડ એટલે કે માત્ર એક મિનીટ જ આવ્યો હતો. જોકે તે વ્યક્તિની સારવાર કરવામાં આવી અને ખુશીની વાત કહેવાય કે તેને રીકવર કરી લેવામાં આવ્યો અને હોસ્પિટલ થી રાજા પણ આપી દીધી તે વ્યક્તિએ લોકોને અપીલ કરતા કહ્યું કે સરકારને સાથ સહકાર આપો અને ઘરમાં જ રહો. હું કોરોના સામે જીતી ગયો અને કોરોના હારી ગયો છે, તેની પાછળ સિવિલ હોસ્પિટલ ની સારવાર છે.
માત્ર એક જ મિનિટનો સંપર્ક થયો હતો
જણાવી દઈએ કે સુરતનો ૪૫ વર્ષનો ડાયમંડ વર્કર સુરતની મહાવીર હોસ્પિટલ માં એક વૃદ્ધ નું કોરોનાને લીધે મોત થયું હતું તેની પહેલા તે વ્યક્તિ આ વૃદ્ધ સાથે એક મિનિટના સંપર્કમાં આવ્યો હતો. તે વ્યક્તિનું નામ છે કુમારપાલ શાહ. તેને તેના મિત્ર કલ્પેશ ને આ વાત કહી અને કલ્પેશે તેને સિવિલ હોસ્પીટલે જઈને રીપોર્ટ કરવાની સલાહ આપી અને કુમારપાલ પણ કોરોનાને ગંભીરતાથી લઇ રહ્યો હતો તેથી તેને રીપોર્ટ કરાવ્યો અને તેનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો.
સુરતની હોસ્પિટલ માં તેની સારવાર કરવામાં આવી અને ૧૪ દિવસ પછી આખરે કુમારપાલે કોરોના સામે જીત મેળવી. જણાવી દઈએ કે કુમારપાલએ તેને અસર હોવાની શંકા જતા જ તેના ઘરે પણ ગયો ન હતો કેમ કે તેને પોતાના પરિવારને સંક્રમિત થઇ જવાની બીક હતી. પરંતુ તેની પત્ની અને બે બાળકોને ક્વોરન્ટીન માં રાખવામાં આવ્યા જેથી સંક્રમિત થયું હોય તો સમયસર રીકવર થઇ શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news