હાલમાં જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અમેરિકા(America)માં હત્યા(Murder) કરવાના પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યુઝના શંકાસ્પદ કેસમાં ભારતીય મૂળના એક 41 વર્ષના ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. ખરેખરમાં ડોક્ટર પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે જાણીજોઈને પોતાની પત્ની અને બે બાળકને ટેસ્લા કાર(Tesla car) સાથે ઊંડી ખીણમાં ધકેલી દીધા હતા. અમેરિકાની હાઈવે પોલીસ પેટ્રોલ પોલીસ દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, કેલિફોર્નિયા(California)ના પાસાડેના(Pasadena)ના રહેવાસી ડો.ધર્મેશ પટેલને હોસ્પિટલમાંથી રજા મળતાંની સાથે જ સેમ મેટો કાઉન્ટી જેલમાં મોકલી દેવામાં આવશે.
કેલિફોર્નિયાની હોઇને પેટ્રોલ પોલીસે જણાવતા કહ્યું હતું કે, ડો.ધર્મેશ પટેલ, તેમના પત્ની અને બાળકો આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયાં છે. મહત્વનું છે કે, તેમને રેસ્ક્યૂ કર્યા પછી સોમવારના રોજ સેન મેટો કોઉન્ટી ખાતે ડેવિલ્સ સ્લાઈડ પહાડ પરથી બચાવી લેવામાં આવ્યા હતા.
મહત્વનું છે કે, ફાયર ફાઈટર દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતુ. અકસ્માતમાં કારમાંથી ચાર વર્ષનો છોકરો અને નવ વર્ષની છોકરીનો આબાદ બચાવ થયો હતો. એક ન્યુઝ અનુસાર હેલિકોપ્ટરની મદદથી કારમાં ફસાયેલા બંને વયસ્કો એટલે કે ધર્મેશ અને તેની પત્નીને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
અમેરિકામાં હત્યા કરવાના પ્રયાસ અને ચાઈલ્ડ એબ્યુઝના શંકાસ્પદ કેસમાં ભારતીય મૂળના એક 41 વર્ષના ડોક્ટરની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે, તેણે જાણી જોઈને તેની ટેસ્લાને એક ટેકરી પરથી નીચે ખીણમાં ધકેલી હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે.
ત્યારે ડો.ધર્મેશ પોતે, તેની પત્ની અને બે બાળકો કારમાં જ હતા. ઉંડી ખીણમાં પડતા કારનો બુકડો બોલી ગયો હતો. પરંતુ પટેલ પરિવારનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. પરિવારના તમામ લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા.
આ બાજુ ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા રેસ્ક્યુ ઓપરેશનને ચમત્કારી હોવાનું જણાવવામાં આવ્યું છે. હાઈવે પેટ્રોલ પોલીસ અનુસાર, ટેસ્કા કાર 250 થી 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકી હતી. પોલીસે એક નિવેદનમાં જણાવતા કહ્યું હતુ કે, એકત્રિત કરવામાં આવેલા પુરાવાઓના આધાર પર તપાસમાં આ ઘટના જાણી જોઇને કરવામાં આવેલી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.