ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના શાહીબાગ(Shahibaug) વિસ્તારમાં ગિરધરનગર સર્કલ(Girdharnagar Circle) નજીક ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે આવેલા મકાનમાં ભીષણ આગ(Building fire) ફાટી નીકળી હતી. મકાનમાં લાગેલી આગને લીધે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 ગાડી ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, ઘરમાં રહેલા પાંચ સભ્યમાંથી ચાર લોકોને બહાર નીકળવામાં સફળતા મળી હતી, જ્યારે એક કિશોરી અંદર ફસાઈ જવા પામી હતી. ત્યાર બાદ ફસાયેલી 15 વર્ષીય કિશોરીને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેનું ગંભીર રીતે દાઝી જવાથી દર્દનાક મોત નીપજ્યું હતું.
ફ્લેટમાં ભીષણ આગ ફાટી નીકળતા 15 વર્ષીય કિશોરીનું તડપી તડપીને મોત- LIVE વિડીયો જોઇને ધ્રુજી જશો#aag #ahemdabad #gujarat #trishulnews pic.twitter.com/GhyOMfpaX3
— Trishul News (@TrishulNews) January 7, 2023
મળતી માહિતી અનુસાર, આજે સવારે 7:28 વાગ્યે અમદાવાદ ફાયરબ્રિગેડને કોલ મળ્યો હતો કે શાહીબાગ ગિરધરનગર સર્કલ નજીક આવેલા ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી ઘટના સ્થળે દોડી આવી હતી.
ફાયરબ્રિગેડની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી અને રેસ્ક્યૂબિકલ સાથે તેમણે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા હતા. ઘરમાં રહેલા પરિવારના પાંચમાંથી ચાર સભ્ય બહાર નીકળી ગયા હતા, પરંતુ એક રૂમમાં 15 વર્ષીય પ્રાંજલ ઉર્ફે પ્રાચી નામની કિશોરી આગમાં ફસાઈ ગઈ હતી, જેથી ફાયરબ્રિગેડના જવાનો દ્વારા તેને બચાવવા માટેની કવાયત હાથ ધરવામાં કરી હતી.
મહત્વનું છે કે, ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા હતા અને ત્યાંથી દોરડું બાંધીને ફાયરબ્રિગેડના બે જવાનો દોરડા વડે સાતમા માળે આગ લાગી હતી એ મકાનમાં પહોંચી ગયા હતા. ત્યાંથી દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલ નામની કિશોરીને બહાર કાઢવામાં આવી હતી. આગને કારણે દાઝી ગયેલી કિશોરીને બચાવી ફાયરબ્રિગેડે સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરી હતી. એ દરમિયાન ગંભીર રીતે દાઝી ગયેલી કિશોરીનું દર્દનાક મોત નીપજ્યું હતું. આગ કયા કારણસર લાગી હતી એ અંગે હજુ પણ સ્પષ્ટતા થઇ ચુકી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.