વડોદરા(ગુજરાત): ગુજરાતમાં ઘણી વખત નદીઓમાં મગર જોવા મળે છે. આ દરમિયાન મગર કોઈ વ્યક્તિને પોતાનો ખોરાક બનાવી લેતો કઈ નવી વાત ન કહેવાય. આવો જ એક બનાવ વડોદરા જિલ્લાના નિમાન ગામડી ગામમાં ઓરસંગ નદીમાં નાહવા ગયેલા આધેડને મગર નદીમાં તાણીને લઇ ગઈ હોય તેવો બનાવ સામે આવ્યો હતો. મગર નદી કાંઠે બેઠેલા પુત્રની નજર સામે જ પિતાને ઊંડા પાણીમાં લઇ ગયો હતો. હાલ તેની શોધખોળ શરુ કરવામાં આવી છે.
ઘટનાની જાણ થતા જ ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગ ઘટનાસ્થળે પહોંચી હતી. એટલું જ નહીં, ચાંદોદની નેચર હેલ્પ ફાઉન્ડેશનની ટીમ, વડોદરાની ડિઝાસ્ટર રેસ્ક્યુઅર ટૂકડી સહિત ડભોઈ વાઇલ્ડ લાઇફ ટીમની મદદથી તેની શોધખોળ શરુ કરવામાં આવી હતી. જોકે મોડી સાંજ સુધી તેમને કઈ હાથ લાગ્યું ન હતું.
મળતી માહિતી મુજબ, બપોરના સમયે શનાભાઇ વસાવા ગામની પાસે આવેલ ઓરસંગ નદીએ નાહવા ગયા હતા. તે દરમિયાન મગરે નદીના કિનારે આવીને મગરે શનાભાઇનો શિકાર કરીને ઊંડા પાણીમાં ખેંચી ગયો હતો. ગામમાં આ વાતની જાણ થતાં ગ્રામજનો ઘટનાસ્થળે પહોચ્યા હતા. ત્યારબાદ તેમને ચાંદોદ પોલીસ તેમજ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી. મોડી સાંજ સુધી ટીમોએ સતત શોધખોળ શરુ રાખી હતી. પરંતુ તેમને સફળતા મળી ન હતી. ઓરસંગ નદીમાં ત્રણ મગર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ફોરેસ્ટ વિભાગે પાંજરું ગોઠવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.