રાજકોટ(Rajakot): હાલ નવરાત્રી ચાલી રહી છે. લોકો ખુબ જ ઉત્સાહથી ગરબે ઘૂમે છે. ગરબા રમવા માટે ખાસ કરીને ગુજરાતીઓમાં ખુબ જ ઉત્સાહ જોવા મળે છે. માં દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિમાં બાળકો, નાના-મોટા બધા જ ગરબે રમે છે અને આંનદ માણે છે.
પરંતુ રાજકોટના એક કારખાનેદાર ગરબે રમવું મોંઘુ પાડ્યું. રાજકોટના એક કારખાનેદાર ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી રહ્યા હતા, ત્યારે અચાનક ઢળી પડ્યાં અને તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ સારવાર કરવા લઈ જતાં તેમને હાર્ટ એટેક આવ્યાનું સામે આવ્યું છે.
રાજકોટમાં કારખાનેદારને ગરબે રમતાં મળ્યું મોત
વાવડી વિસ્તારમાં કારખાનું ધરાવતા પ્રવીણભાઈ મૂળજીભાઈ દેથરિયા (ઉં.વ.52) ધનરાજ પાર્કમાં પરિવાર અને સોસાયટીના સભ્યો સાથે ગરબે રમી રહ્યા હતા, ત્યારે અચાનક જ તેઓને ચક્કર આવ્યાં અને ઢળી પડયા હતાં. રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ 80 ફૂટ રોડ પર ધનરાજ પાર્કમાં પણ અહીંના સ્થાનિકોએ રહેવાસીઓ ગરબે રમી રહ્યા હતા.
ત્યારે અહીં સાથે રહેતા પ્રવીણભાઈ પણ આ ઉજવણીમાં જોડાયા હતા. ત્યારે રાત્રે ગરબે રમતા રમતા પ્રવિણભાઈ અચાનક જ ઢળી પડ્યા હતા. આથી ખેલૈયાઓએ ગરબા અટકાવી તુરંત પ્રવીણભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહી તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કરતા જ પટેલ પરિવારમાં શોક છવાયો હતો. પ્રવિણભાઇને સંતાનમાં 1 દીકરો અને 1 એક દીકરી છે. સંતાનોએ પિતાની છત્રછાયાં ગુમાવતા પરિવારમાં શોકનું માતમ છવાયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.