હાલ લગ્નની સીઝન (Wedding season) ચાલી રહી છે. ત્યારે લગ્નને લઈને એક ચોકાવનારી ઘટનાઓ સામે આવી છે. એક મુસ્લિમ આધેડ પોતાનું નામ બદલીને લગ્ન કરવા સગીર બાળકીના ઘરે પહોંચ્યો હતો, પરંતુ વરમાળા પછી પોલીસને જોઈને તે લગ્ન છોડીને ભાગી ગયો હતો. જાણવા મળ્યું છે કે, આ આધેડ વ્યક્તિએ બાળકીના ગરીબ પરિવારને પોતે પોલીસ ઓફિસર(Police Officer) છે તેવી ખોટી વાતો કરી છેતર્યા હતા, ત્યારબાદ પરિવારના સભ્યો પણ લગ્ન માટે રાજી થઈ ગયા હતા.
આ આધેડ જાન લઈને લગ્ન સાથે લગ્ન માટે બાળકીના ઘરે પહોંચ્યો અને વરમાળા પણ પહેરાવી દીધી. પરંતુ આ દરમિયાન કોઈએ પોલીસને જાણ કરી કે, નાની ઉંમરેમાં જ એક સગીર બાળકીના લગ્ન થઈ રહ્યા છે, જેના કારણે પોલીસ તેને રોકવા માટે લગ્ન સ્થળ પર પહોંચી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ આધેડ આરોપીનો પર્દાફાશ થયો અને તેની હકીકત બધા સામે આવી, જે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હકીકતમાં, એક આધેડ પોતાનો ધર્મ અને નામ છુપાવીને સગીર બાળકી સાથે લગ્ન કરવા આવ્યો હતો. જાણવા મળ્યું કે, આધેડ એક કેસમાં જેલ પણ જઈ ચૂક્યો છે. પોલીસને ઘટનાસ્થળે જોઈને આધેડ બધું છોડીને ભાગી ગયો હતો. પોલીસે પરિવારના સભ્યોને જણાવ્યું કે, આધેડ વયનો આ શખ્સ આવી જ રીતે હિંદુ પરિવારની છોકરીઓને ફસાવતો હતો. પોલીસે આધેડની અલ્ટો કાર કબજે કરી છે, જેમાં નકલી પોલીસ યુનિફોર્મ પણ મળી આવ્યો છે.
મળતી માહિતી મુજબ, સગીર બાળકીની માતા 6 મહિના પહેલા બેંકમાં લોન લેવા માટે ગઈ હતી. તે જ સમયે, આધેડએ પોતાનું નામ સંજય બેસરા જણાવીને મહિલાની લોન પાસ કરી હોવાનો દાવો કર્યો હતો. મહિલાની લોન પણ પાસ થઈ ગઈ, ત્યારબાદ આધેડ મહિલાને સતત ફોન કરતો રહ્યો. બાદમાં તે મહિલાના ઘરે આવવા લાગ્યો. તે જ્યારે પણ મહિલાના ઘરે આવતો ત્યારે તે પોલીસનો યુનિફોર્મ પહેરતો અને પોતાને અન્ય જિલ્લાનો પોલીસ અધિકારી ગણાવતો.
આવી રીતે તેણે ગરીબ હિન્દુ પરિવારનો વિશ્વાસ કેળવ્યો. ગરીબીને કારણે પરિવાર તેમની બાળકીના લગ્ન આ આધેડ સાથે કરવા રાજી થયો હતો. ત્યારે લગ્નના કાર્યક્રમ દરમિયાન જ્યારે પોલીસ પહોંચી ત્યારે આરોપી ઘટનાસ્થળેથી ભાગી ગયો, ત્યારબાદ તેનું સત્ય સામે આવ્યું. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.