વડોદરા(ગુજરાત): તાજેતરમાં જ રાજ્યમાંથી એક ચકચાર મચાવતો બનાવ સામે આવ્યો છે. જેમાં વડોદરા(Vadodara) નજીક કોયલી(Coylie)માં વીજ કંપનીની બેદરકારીના કારણે માતા-પુત્ર(Mother-son)એ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જાણવા મળ્યું છે કે, કોયલીમાં ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં આવ્યા બાદ માતા-પુત્રનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ પોલીસ(Police) અને વીજ કંપનીના કર્મચારીઓ(Employees of the power company)ને થતાં તેમણે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેર નજીક કોયલી ગામમાં ઇન્દિરાનગર આવેલું છે. જ્યાં વીજ વાયરો ખુલ્લા જ પસાર થઇ રહ્યા છે. ત્યારે આજે આ ખુલ્લા વીજ વાયરના સંપર્કમાં ગજરાબેન વસાવા અને તેમના પુત્ર લાલાભાઇ વસાવા આવી ગયા હતા. ત્યારબાદ બંનેના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો એકત્ર થઇ ગયા હતા અને તાત્કાલિક પોલીસને આ અંગેની જાણ કરવામાં આવી હતી.
બાદમાં પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તથા વીજ કંપનીને જાણ કરવામાં આવતા તેના કર્મચારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસ દ્વારા મૃતક ગજરાબેન વસાવા અને પુત્ર લાલભાઇના મૃતદેહોનો કબજો લઇને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.
વીજ વાયરોથી અન્યના જીવને જોખમ હોવાને કારણે સ્થાનિકોએ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા માગ કરી હતી. આ બનાવ અંગે પોલીસ દ્વારા હાલ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.