ગાંધીનગર(ગુજરાત): ગાંધીનગરના ચંદ્રાલા આગમન હોટલ પાસેથી વાહન ચેકીંગ દરમિયાન એક એકસેસ મોપેડની ડેકી અને આગળના ભાગને મોડીફાય કરતા 90 વિદેશી દારૂ સાથે એક બુટલેગરની અટકાયત કરી છે. ચીલોડા પોલીસે બુટલેગર પાસેથી 42 હજારનો માલ કબજે કરી વધુ તપાસ શરુ કરી હતી.
તહેવારો દરમિયાન ગાંધીનગરમાં વિદેશી દારૂની હેરફેર માટે બુટલેગરો અનેક પેતરા અજમાવીને પોલીસને ગુમરાહ કરતા હોય છે. લોકલ ક્રાઇમ બ્રાંચે બે દિવસ પહેલા બંધ ટી સ્ટોલનાં કેબીનમાંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને લિસ્ટેડ બુટલેગર સહિત 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર, ચીલોડા પોલીસનો સ્ટાફ ચંદ્રાલા આગમન હોટલ પાસે વાહન ચેકીંગ દરમિયાન એક યુવાન એકસેસ મોપેડ પર શંકાસ્પદ હાલતમાં ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. જેને આધારે પોલીસે તેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ દિનેશકુમાર રામા પન્ના લાલ મીણાં જણાવ્યું હતું.
તેને પોતાની ઓળખ આપતી વખતે પસીનો છૂટી જતાં પોલીસને કાંઈ ગડબડ લાગી હતી. જેનાં પગલે તેના મોપેડની તપાસ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં તેમાંથી કાંઈ નજર આવ્યું ન હતું. જેને કારણે પોલીસે મોપેડની ડેકી આખી ખોલી કાઢી હતી. જેની નીચેથી તેમને વિદેશી દારૂની બોટલો જોતા પોલીસ પણ ચોકી ઊઠી હતી. ત્યારબાદમાં પોલીસે મોપેડની આગળનો ભાગ પણ ખોલ્યો હતો. જેમાં પણ દારૂની બોટલો સંતાડેલ હાલતમાં મળી આવી હતી. પોલીસે આ મામલે દિનેશકુમારની અટકાયત કરી કુલ 90 નંગ દારૃની બોટલ, મોબાઈલ ફોન તેમજ મોપેડ મળીને કુલ 42 હજાર 350 રૂપિયાનો માલ કબજે કરી વધુ તપાસ શરુ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.