કોરોનાવાયરસની તબાહી વચ્ચે અમેરિકામાં વધુ એક જીવલેણ વાયરસ એ દસ્તક આપી છે. જોકે આ જીવલેણ વાઇરસ માણસ ની જગ્યાએ જંગલી સસલાઓ માં આવી રહ્યો છે અને તેમનું મૃત્યુ થઈ રહ્યું છે. માર્ચમાં ન્યુ મેક્સિકોથી ફેલાયેલો આ વાયરસ આજે ટેક્સાસ, એરિઝોના, કોલોરાડો, મેક્સિકો અને કેલિફોર્નિયા જેવા મોટા શહેરોમાં ફેલાઈ ગયો છે. આ વાઇરસ જંગલી ની સાથે સાથે પાળતું સસલામાં પણ મોટો ખતરો બની ગયો છે.
આ બીમારી સસલાઓ માં જોવા મળે છે જે માણસ અને કોઈ અન્ય જનાવરો માં નથી ફેલાતી. અમેરિકાના કૃષિ વિભાગનું કહેવું છે કે આ કોરોનાવાયરસ નથી અને તેનો શિકાર ફક્ત સસલા કે તેનાથી મળતા આવતા જનાવરો માં જ થાય છે.
ઉત્તર અમેરિકામાં જંગલી સસલા પહેલી વખત કોઈ વાયરસ નો મોટો હુમલો થયો છે. આના પહેલા વોશિંગ્ટન અને ન્યુ યોર્કમાં પાળતું સસલા ઉપર નાના-મોટા વાઈરસના અટેક થયા છે.
જણાવી દઈએ કે અહીં મળી આવતાં પાલતું અને જંગલી સસલાઓ મૂળરૂપથી નોર્થ અમેરિકા નથી પરંતુ આ સસલાઓ ના વંશજો યુરોપિયન છે. એક પશુ ડોક્ટરનું કહેવું છે કે સસલામાં ફેલાઈ રહેલા વાઇરસના જન્મ ક્યાં થયો તેની જાણકારી નથી પરંતુ બહારથી લાવવામાં આવેલા સસલાઓ તેનું કારણ હોઇ શકે છે.
તેમણે વધુમાં કહ્યું કે આ બીમારી પહેલી વખત ૨૦૧૦માં ફ્રાન્સમાં મળી આવી હતી. તેના બાદ યુરોપ અને ઓસ્ટ્રેલિયા માં ફેલાયેલી અને ત્યાં લગભગ દોઢ વર્ષ સુધી રહી હતી. ન્યુ યોર્ક માં એક outbreak ને કારણે આ વર્ષે માર્ચમાં એક વેટરનીટી ક્લિનિકમાં 11 સસલા નું મૃત્યુ થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news