ધોરાજી માં ખેડૂતો એ નિષ્ફળ પાક ને લઇ ને પાક ની સ્મશાન યાત્રા કાઢી હતી, કપાસ ,મગફળી જેવા પાકોને નનામી ઉપર રાખીને આ નનામી ને ધોરાજી ના મુખ્ય માર્ગો ઉપર લઇ ને રામબોલો ભાઈ રામ ના નારા સાથે ધોરાજી ના ડેપ્યુટી કલેકર કચેરીએ લઇ ગયા હતા ને એક આવેદન ધોરાજી ડેપ્યુટી કલૅક્ટર ને આપ્યું હતું.
ધોરાજીમાં ગુરુવારે પડ્યો હતો 2થી 3 ઈંચ વરસાદ
ગઈ કાલે ધોરાજી અને તાલુકા માં ધોધ માર કમોસમી 2 થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના પગલે તાલુકા ના મોટી મારડ , છત્રાસા, કલાણા સહિત ના 30 જેટલા ગામો માં ખેતરો માં પાણી બહાર નીકળી ગયા હતા જેના પગલે કપાસ અને મગફળી જેવા તૈયાર પાકો ની હાલત ખરાબ થઇ હતી.
વીણેલો કપાસ બગડી ગયો
કપાસ વાવનાર ખેડૂતો તો રાતા પાણીએ રોયા છે. જે પાક વીણવા માટે તૈયાર હતો ,તેના પર વરસાદી પાણી પડતા તેમાં બગાડ થયો છે.
મગફળી પણ પલળી ગઈ
મગફળી ઉપર વરસાદ પડતા મગફળી ની હાલત પણ ખુબ ખરાબ થઇ ગઈ છે,ધોરાજી અને આસ પાસ ના વિસ્તાર માં પડેલા કમોસમી વરસાદના પગલે તાલુકાના 30 જેટલા ગામોમાં ખેતરો પડેલા મગફળીના પથરા પલળી જતા નુકશાન થયું છે. ખેતર માં તૈયાર ઉભેલ કપાસ અને મગફળી જેવા પાકો સંપૂર્ણ નિષ્ફ્ળ જઈ રહ્યા છે અને હવે શિયાળુ સીઝન માટે વાવેતર ના પૈસા ની માંગણી ખેડૂતો સરકાર પાસે પાક વીમા ના રૂપે કરી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.