દેશમાં લોકો ટેંશનથી પીડાઈને ઘણા લોકોને આત્મહત્યા કરવાનો વિચાર આવે છે. વળી આજના સમયમાં તો નાની ઉંમરના લોકો પણ આવા વિચાર કરે છે અને કેટલાક તો આવા પાગલ પણ ભરી લે છે, અને તેની પાછળનું કારણ આપણે તપાસીએ ત્યારે આપણું પણ હૃદય દ્રવી ઉઠે છે. આપણે બધા ક્યારેક ક્યારેક આપણા બાળકોને તોફાનીપણાના કારણે વઢતા હોઈએ છીએ. આ કિસ્સો ખુબ જ ચોંકાવનારો છે. આ બાળક સાથે જે થઈ રહ્યું છે તે આપણામાંથી કોઈના પણ બાળક સાથે થઈ શકે છે અથવા તો થતું હશે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નવ વર્ષનો બાળક રડતા રડતા પોતાની જાતને ખતમ કરી નાખવાની વાત કરી રહ્યો છે. આમ કરવા પાછળનું કારણ તમે જાણશો તો તમે પણ હેરાન થઇ જશો.
બાળકોને શાળા કે ક્લાસરૂમમાં ધમકાવવુંએ ખુબ જ ખતરનાક હોય છે, તમને આ વાતની જાણ ત્યારે થશે કે, એક બાળક આથી પરેશાન થઇ આત્મહત્યા કરવા માંગે છે. ખરેખર ઓસ્ટ્રેલિયાના 9 વર્ષના બાળક ક્વાડેન બેયલ્સને શાળામાં ભણતા અન્ય બાળકોએ તેના ઠિંગણાપણાને લઇ એ હદ સુધી ખિજવ્યો કે, તે ઘરે જઇ માતા સામે મરવાની વાતો કરવા લાગ્યો. આ વિડીયો તેની માતાએ જ શેર કર્યો છે, જેમાં આ બાળક રડતા રડતા પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યો છે. વીડિયોમાં બાળક ક્વાડેન બેયલ્સ ખુબ જ રડી રહ્યો છે અને વારંવાર પોતાની માતાને કહી રહ્યો છે કે, તે પોતાને મારવા માંગે છે. શાળામાં બુલિંગથી પરેશાન અને મરવાની વાત કરનાર બાળકની હાલત જોઇ તેની માતા પણ ચિંતામાં મૂકાઇ ગઇ છે.
ક્વાડેન બેયલ્સની માતા યરક્કા બેયલ્સે પોતાના બાળકનો રડતો વીડિયો બનાવ્યો અને તેને સોશિયલ મીડિયામા પોસ્ટ કરી દીધો. છ મિનિટની આ વીડિયો ક્લિકને જોઇ દરેક વ્યક્તિનું દીલ બેસી ગયુ. વીડિયોમાં બુલિંગથી પરેશાન બાળકનું હ્રદય આસુના ટીપે છલકાઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.
9 year old wanting to commit suicide due to being bullied. ???? pic.twitter.com/DysTrmlaiD
— YouDontNeedToKnowMyName (@S11E11B11A) February 20, 2020
આ વીડિયોમાં તેની માતા કહે છે, હું ઇચ્છુ છું કે લોકો જાણે કે એક પરિવાર તરીકે બુલિંગ કેટલું દુ:ખ આપે છે. બાળકની માતા કહે છે કે, બુલિંગે નવ વર્ષના બાળક પર કેટલી અસર કરી છે. જે માત્ર શાળાએ જવા માંગ છે. અભ્યાસ કરવા માગે છે અને રમવા માંગે છે. વીડિયોમાં નવ વર્ષનો ટેણિયો સતત રડી રહ્યો છે અને પોતાનું દુ:ખ માતા સમક્ષ કહી રહ્યો છે. આ વીડિયોને લગભગ 19 મિલિયનથી વધારે લોકો જોઇ ચૂક્યા છે.
કહેવાય છે કે, બાળકની હાઈટ ઓછી છે. તે પોતાની ઉંમરના બાળકો કરતા હાઈટમાં ખુબ નાનો છે. આ જ કારણ છે કે તે બાળકને તેની સાથે ભણતા અન્ય બાળકો ચીડવે છે. ભોગ બનેલું બાળક રોજ રોજના આ બુલિંગથી ખુબ કંટાળી ગયો છે. એ હદે કંટાળ્યો છે કે હવે તેને મરવું સારું લાગે છે. ક્વાડેન બેયલ્સ નામના આ બાળકનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પર પહોંચ્યો કે વાઈરલ થઈ ગયો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.