ઉત્તરપ્રદેશના બરેલી જિલ્લામાંથી એક અજીબો-ગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક બાળક રમતી વખતે સાપને જીવતો ગળી ગયો હતો પરંતુ બાળકની માતાએ બાળકના મોંમાં સાપની પૂંછડી જોઇ. તેણે તરત જ પૂંછડી પકડી અને તેને ખેંચી કાઢી.
આ સમગ્ર મામલો બરેલીના ફતેગંજ પશ્ચીમ પોલીસ સ્ટેશન વિસ્તારના ભોલાપુરની સાથે જોડાયેલો છે, જ્યારે માત્ર 1 વર્ષનો બાળક જીવંત સાપ ગળી ગયો ત્યારે અચાનક હંગામો મચી ગયો હતો. તેની માતાએ સાપની પૂંછડી પકડીને બાળકના મોંમાંથી ખેંચી લીધો. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
મળેલ જાણકારી પ્રમાણે બાળકના પિતા ધરમપાલે જણાવ્યું હતું, કે તેનો માત્ર 1 વર્ષનો પુત્ર શનિવારની સવારમાં ઘરે રમી રહ્યો હતો. અચાનક એક સાપ બાળકની પાસે આવ્યો. ત્યારપછી બાળકએ તે સાપના બાળકને મોંમાં મૂકયો અને સાપ ધીમે ધીમે અંદર જવા લાગ્યો.
બાળકની માતાએ તેને જોતાંની સાથે જ તેણે ઉતાવળથી સાપની પૂંછડી પકડી અને તેને બહાર કાઢ્યો.. ત્યાં સુધીમાં સાપનું બાળક મરી ગયું હતું. બાળકના મોંમાંથી નીકળેલા સાપની લંબાઈ કુલ 7 ઇંચ હતી.બીજી તરફ તબીબોએ સારવાર બાદ તુરંત બાળકને દાખલ કર્યો હતો. તબીબોનું કહેવું છે, કે બાળક જોખમમાં નથી. થોડા સમય પછી તેને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.