પરિવારે મહેકાવી માનવતા: બ્રેઇનડેડ યુવકના અંગદાનથી 19 વર્ષથી હૃદયની બીમારીથી પીડાતા દર્દીને મળ્યું નવજીવન

અમદાવાદ(Ahmedabad): હાલ અમદાવાદના એક પરિવારે માનવતા મહેકાવી છે. અમદાવાદના નરોડા વિસ્તાર (Naroda area)માં રહેતા 35 વર્ષના રાહુલભાઇ સોલંકીને 10 મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત(accident) થતા…

અમદાવાદ(Ahmedabad): હાલ અમદાવાદના એક પરિવારે માનવતા મહેકાવી છે. અમદાવાદના નરોડા વિસ્તાર (Naroda area)માં રહેતા 35 વર્ષના રાહુલભાઇ સોલંકીને 10 મી જુલાઇના રોજ માર્ગ અકસ્માત(accident) થતા સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Civil Hospital)માં લાવવામાં આવ્યા હતા. જેઓની સ્થિતિ ગંભીર બનતા આઇ.સી.યુ.(I.C.U.)માં ખસેડવામાં આવ્યા. જ્યાં તબીબોની ૫ દિવસની અથાગ મહેનત બાદ પણ આખરે મોત નીપજ્યું હતું. ત્યાના તબીબો દ્વારા રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યા.

રાહુલભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા તબીબો દ્વારા પરિવારજનોને અંગદાન માટે પ્રેરણા આપવામાં આવી. રાહુલભાઇના પરિવારના મોટા ભાગના સદસ્યો પોલીસમાં સેવા આપી ચૂક્યા છે.રાહુલભાઇ પોતે પણ સરકારી નોકરી મેળવીને દેશ સેવાના સ્વપ્ન સેવી રહ્યા હતા. સેવાભાવી પરિવારજનોએ બ્રેઇનડેડ રત્નના મૃત્યુ બાદ પણ અન્યને મદદરૂપ બનવાના સેવાભાવ સાથે અંગદાન માટે સંમતિ દર્શાવી. જેના પરિણામે રાહુલભાઇના હૃદય, બે કિડની અને એક લીવરનું દાન મળ્યું.

રાહુલભાઇના અંગદાનમાં મળેલા હૃદયને ગ્રીન કોરિડોર મારફતે અમદાવાદની સીમ્સ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ માટે લઇ જવામાં આવ્યા. સીમ્સ હોસ્પિટલમા દાખલ વડોદરાના 53 વર્ષના પુરુષ દર્દીની ૫ કલાકની સફળ સર્જરીના અંતે સફળતાપૂર્ણ પ્રત્યારોપણ કરવામાં આવ્યું. સીમ્સ હોસ્પિટલમાં તબીબો દ્વારા જણાવ્યા મુજબ આ સર્જરી અત્યંત પડકારજનક બની રહી હતી. દર્દીની ડબલ વાલ્વ રીપ્લેસમેન્ટ સર્જરી થઇ હોવાના પરિણામે રીડુ પ્રકારની આ સર્જરી અત્યંત પડકારભરેલી બની રહી. 10 તબીબોની ટીમના અથાગ પરિશ્રમના પરિણામે આ સર્જરીમાં સફળતા મળી છે.

વડોદરાના 53 વર્ષના પુરુષ દર્દીની 19 વર્ષની પીડાનો આખરે અંત આવ્યો છે. વર્ષ 2003 થી હૃદયની તકલીફથી પીડાઇ રહેલા દર્દી અંગદાનમાં મળેલા હૃદયથી આખરે પીડામુક્ત બન્યા છે. આ દર્દીએ વર્ષ 2003 માં હૃદયના ડબલ વાલ્વની સર્જરી કરાવી હતી. સમય જતા દર્દીનું હૃદય નબળું પડવા લાગ્યું. છેલ્લા કેટલાય સમયથી આ દર્દીનું હૃદય ફક્ત 10 ટકા જ કામ કરી રહ્યું હતુ.

દર્દી પોતાનું જીવન કાર્યક્ષમ બનશે અને તે લાંબુ જીવી શકશે તેવી આશા સંપૂર્ણપણે છોડી ચૂક્યા હતા. ત્યાં એકાએક તેમના જીવનમાં આશાનું કિરણ ઉગ્યું. આજે તારીખ 16 મી જુલાઇની સવારે ત્રણ વાગ્યે સિવિલ હોસ્પિટલમાં 35 વર્ષના બ્રેઇનડેડ અંગદાતા રાહુલ સોલંકીના અંગદાનમાં મળેલા હૃદયના પ્રત્યારોપણ થી આ દર્દીને નવજીવન મળ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *