કોંગ્રેસના 20 જીલ્લાના પાટીદાર નેતાઓ થયા એકઠા, જાણો 100થી વધુ આગેવાનોએ ભેગા મળી શું લીધો નિર્ણય

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Elections) યોજવા જઈ રહી છે. ત્યારે આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. તે…

ગુજરાત(Gujarat): આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચુંટણી(Gujarat Assembly Elections) યોજવા જઈ રહી છે. ત્યારે આ દરમિયાન તમામ રાજકીય પાર્ટીઓએ પોતાની તડામાડ તૈયારીઓ શરુ કરી દીધી છે. તે પછી ભાજપ(BJP), કોંગ્રેસ(Congress) હોય કે આપ(AAP). તમામ પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. ત્યારે કોંગ્રેસના પાટીદાર(Patidar) સમાજના આગેવાનોની બેઠક મળી હતી.

રાજ્યના પાટીદાર 20થી વધુ જીલ્લાનુ પ્રતિનિધિત્વ હાજર:
કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનોની બેઠકમાં પ્રદેશ સમિતિના 5 મહામંત્રી,2 ઉપ પ્રમુખ 2 પ્રવકતા , 40 થી વધુ પ્રદેશ આગેવાનો સહીત 100 આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં મનહર પટેલ – બોટાદ, ડો જીતુ પટેલ- અમદાવાદ , મનુ પટેલ – સુરેન્દ્રનગર, ગીતાબેન પટેલ – અમદાવાદ, નિલેશ કુભાણી- સુરત, રમેશભાઇ દુધવાળા – દલસુખ પટેલ – અમદાવાદ, નિકુંજ બલર – અમદાવાદ , જયપ્રકાશ પટેલ , કીરીટ પટેલ પૂર્વ મંત્રી – વિસનગર , કાંતિ ભાઇ બાવરવા – મોરબી સહિતના પાટીદાર આગેવાનોએ કમાન હાથમા લીધી હતી.

આ બેઠકમાં જાણો શું થઈ ચર્ચા?
આ બેઠકમાં પ્રદેશ અને રાજય કક્ષાએ પાટીદાર કોંગ્રેસની સંકલન સમિતિઓ નિમવામા આવશે, પાટીદાર પ્રભાવિત વિભાનસભા કે જીલ્લામા પાટીદાર સભાઓનુ આયોજન કરવામાં આવશે તેવી વાતચીત થઇ હતી. આ બેઠકમાં વધુમાં દેશને કોંગ્રેસની જરુર છે અને કોંગ્રેસને આપણા સૌની જરુર છે, માટે કોંગ્રેસની વર્તમાન સ્થિતિને મજબુત કરવા આપણે ગુજરાત કોંગ્રેસના સૌ પાટીદાર મિત્રો શુ કરી શકીએ, જન સેવામા આપણુ પ્રદાન કેમ વધે કે પક્ષમા સન્માન સાથે આપણે વધુ સેવા કરી શકીએ વગેરે બાબતોને લઇ શુ કરી શકાય તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

વધુમાં આ બેઠકમાં કોંગ્રેસ પક્ષમા પાટીદારો ભેગા રહીને કોંગ્રેસ કેમ મજબુત બને. કૉંગ્રેસમા પાટીદાર સમાજ શુન્યાવકાશ થાય તે પક્ષ અને સમાજ બન્નેને નુકશાન કહી શકાય. કોંગ્રેસ પક્ષમાં પાટીદાર સમાજની હાલની સ્થિતિ, પાટીદાર આગેવાનો કોંગ્રેસ પક્ષ છોડવાનું બંધ થાય અને નારાજગી કેમ દુર થાય, પાટીદાર નેતાઓ અને પાટીદાર સમાજના યોદ્ધાઓ વચ્ચે અને પક્ષ નેતૃત્વ અને પાટીદાર સમાજ વચ્ચે સંકલન કેમ વધુ મજબુત બને તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બેઠક દરમિયાન પક્ષના આંતરીક જુથવાદ અને પાટીદાર આગેવાનોની સ્થિતિ, પાટીદાર સમાજના મતોના આંકડા કરતા અન્ય સમાજમા પાટીદાર સમાજના પ્રભુત્વના આંકડા ખુબ મોટા છે. તેની ચર્ચા અને વાસ્તવિકતા પક્ષ સામે રજુ કરવી, પાટીદાર સમાજનો કોંગ્રેસનો પદાધિકારી હોય કે સામાજીક મોભાદાર આગેવાનને પ્રદેશ સમિતિ દ્વારા થતી નિમણુકોમા સંકલન જળવાય તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં પાટીદાર સમાજના કોંગ્રેસના આગેવાનોમા આંતરીક ગેરસમજણો હોય તે બેસીને દુર કરવી જેથી પાટીદાર સમાજને સક્ષમ આગેવાનો ગુમાવવા ન પડે, પાટીદાર સમાજના સક્ષમ આગેવાનો એ સમાજની મુડી છે અને એક સફળ આગેવાનને તૈયાર કરવામાં 1 પેઢી જેટલો સમય લાગે છે એ સમજદાર આગેવાનોએ ચાદ રાખવાનું રહ્યું. આવા  મુદાઓની ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *