લિંબડી-રાજકોટ હાઇવે પર પગપાળા જતાં આધેડને અજાણ્યા વાહને ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત, ‘ઓમ શાંતિ’

Limbdi-Rajkot highway Accident: લીંબડી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. મહત્ત્વનું…

Limbdi-Rajkot highway Accident: લીંબડી હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું છે. મહત્ત્વનું છે કે, અમદાવાદના વહેલાલ ગામથી દ્રારકા સંઘ જતો હતો. જેમાં એક ડમ્પરચાલકે ચાલતા જતાં સંઘના બે વ્યક્તિ સહિત એક બાળકને અડફેટે લીધા હતા. જેમાં 52 વર્ષના ભૂપેન્દ્રભાઈ પટેલનું(Limbdi-Rajkot highway Accident) ઘટના સ્થળે મોત થયું છે.

ડમ્પરચાલકે બાળક સહિત બે વ્યકિતઓને અડફેટે લીધા હતાં
મળતી માહિતી મુજબ, અમદાવાદ જીલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ગામથી છેલ્લા 17 વર્ષેથી તેમનાં ગામેથી દ્રારકા પગપાળા સંઘ નીકળ્યો હતો. આ 17મા સંઘનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંઘ લીંબડી-રાજકોટ હાઇવે પર પહોંચ્યો ત્યારે ડમ્પરચાલકે બાળક સહિત બે વ્યકિતઓને અડફેટે લીધા હતાં. જેમાં ભુપેન્દ્રભાઈ ચીમનભાઈ પટેલનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ સાથે જ બાળક દેવેન્દ્ર કમલેશભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી.

અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો
આ ઘટના અંગે જાણ કરાતા એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બાબતે પોલીસને જાણ થતાં કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે આ ઘટના અંગે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત સર્જી ડમ્પરચાલક ફરાર થઈ ગયો હતો. જેની ધરપકડ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.

હિટ એન્ડ રન અક્સ્માતમાં ભોગ બનનાર વ્યક્તિના મૃતદેહને લિંબડીની સરકારી હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. હિટ એન્ડ રનની આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

મદાવાદમાં આ અગાઉ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી
થોડાક સમય પહેલા અમદાવાદમાં બનેલી ચકચારી ઇસ્કોન બ્રિજ હિટ એન્ડ રન કેસની ઘટના બાદ વધુ એક હિટ એન્ડ રનની ઘટના અમદાવાદના સિન્ધૂ ભવન રૉડ પરથી સામે આવી હતી. ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલ બાદ વધુ એક તથ્ય પટેલ આવ્યો હતો. સિન્ધૂ ભવન રૉડ પર એક થાર કાર લઇને નીકળેલો વધુ એક નબીરો પૂરપાટ ગતિએ હંકારી રહ્યો હતો, જેમાં એક બાઇક સવારને તેને કચડી નાંખ્યો હતો, આ ઘટનાને લઇને હવે ફરી એકવાર લોકોમાં રોષ ફેલાયો છે.