સુરત/ લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા બિઝનેસ એક્સ્પો માટે ઇ-બાઈક રેલીનું કરવામાં આવ્યું આયોજન

Published on Trishul News at 2:03 PM, Mon, 12 February 2024

Last modified on February 12th, 2024 at 3:32 PM

Surat Local Vocal Business: સુરત શહેરમાં બિઝનેસમેનો દ્વારા ચાલી રહેલા લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા દર વર્ષે બિઝનેસ(Surat Local Vocal Business) એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે.સુરતના આકાશ વઘાસિયા, અજય ઇટાલીયા,બીપીન માંડવિયા નામના યુવાનોએ સાહસ કરીને એક એવું પ્લેટફોર્મ બનાવી દીધું છે કે જેને કારણે સુરતના ઘણા બધા બિઝનેસમેનો પોતાનો સફળ બિઝનેસ કરી રહ્યા છે અને પોતાનો ધંધો વધારી રહ્યા છે અને પોતાનો ધંધો મોટો કરી રહ્યા છે આજે આપણે વાત કરી રહ્યા છીએ ગ્લોબલ વોકલ બિઝનેસ ગ્રુપની!

આ એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકો કંઈક નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા છે કે કોઈ બિઝનેસ કરી રહ્યા છે તેવા તમામ લોકોને અહીંયા પોતાના બિઝનેસને વધારવામાં તેમજ તેમાં આવતી સમસ્યા પ્રોબ્લેમ નું નિરાકરણ કરવામાં મદદ કરવી તેમ જ એકબીજાના સાથ અને સહકાર વડે ધંધાને કઈ રીતે આગળ લઈ જવો તે બાબતની તમામ પ્રકારની માહિતી મદદ અને કાર્ય આ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.

આવનારી તારીખ 17 અને 18 ફેબ્રુઆરીના રોજ બીગોઝ પ્રેઝન્ટ એક્સપોર્ટ કાર્નિવલ ફિબોવિક્સ વેલ્થ મેનેજમેન્ટ, રાઈઝોન સોલાર અને કેસેક્સ જેવા સ્પોન્સરના સહયોગ અને સહકારથી લોકલ વોકલ બિઝનેસ ગ્રુપ દ્વારા જે એક્સપો યોજાવા જઈ રહ્યો છે તેની જાગૃતિ સાથે ઈલેક્ટ્રીક વાહનો નો ઉપયોગ કરીને પર્યાવરણ બચાવો ના એક મેસેજ સાથે ખૂબ જ ભવ્ય રોડ શો નું આયોજન કરવામાં આવ્યું હતું બીગોસ કંપનીના ઇલેક્ટ્રીક બાઈક નો ખુબ જ સારો એવો સહયોગ રહ્યો હતો અને ખૂબ જ શાનદાર રોડ શોનું સફળ આયોજન થયું હતું.

મળતી મહિતી અનુસાર, તારીખ 11 ફેબ્રુઆરી રવિવારના રોજ 150 કરતા પણ વધારે ઈલેક્ટ્રીક વાહનોના કાફલા સાથે એક સુંદર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું,આ રેલી વરાછા વિસ્તારના કિરણચોકથી શરુ થઈ હતી, મોટા વરાછા, કતારગામ, અડાજણ, પાલ, ઉધના,વેસુ જેવા શહેરના વિસ્તારમાં ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ માં વધારો કરીને પર્યાવરણને બચાવવા માટે અને બિંઝનેસ એક્સપોની અવેરનેસ માટે પ્રોફેશનલ ડ્રેસ કોડથી સજ્જ બિઝનેસમેનો દ્વારા આ સુંદર રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના મેયર દક્ષેશભાઈ માવાણીએ પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. અને રોડ શોમા સવારે 8 વાગ્યે ઉપસ્થિત રહીને રેલીને લીલી ઝંડી પણ આપી હતી અને બિઝનેસમેનોને એક પ્રોત્સાહન પુરું પાડ્યું હતું.