વિરાટ કોહલી અને બાહુબલીની આ એક્ટ્રેસને થવું પડશે જેલ ભેગું? થઇ હાઇકોર્ટમાં અરજી

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આવાં સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેમજ બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનાં ચાહકોની માટે એક દુઃખદ સમાચાર…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે આવાં સમયમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી તેમજ બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયાનાં ચાહકોની માટે એક દુઃખદ સમાચાર આવી રહ્યાં છે. એક અરજીને કારણે આ બંનેની ધરપકડ કરવામાં આવી શકે છે.

પ્રખ્યાત બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટિયા તેમજ ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીને હાલમાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બંનેની ધરપકડ કરવા માટે મદ્રાસ હાઇકોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. તમન્ના ભાટિયા તેમજ વિરાટ કોહલી બંને પર સટ્ટેબાજીને વધારવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેને લીધે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ ચેન્નાઈના વકીલે તમન્ના ભાટિયા તેમજ વિરાટ કોહલીની વિરુદ્ધ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી પણ કરી છે. વકીલે તેમની અરજીમાં જણાવતાં કહ્યું છે, કે તમન્ના ભાટિયા તેમજ વિરાટ કોહલી તેમની જાહેરાત દ્વારા ઓનલાઇન સટ્ટામાં વધારો કરવાની પરવાનગી આપી રહ્યા છે. આની સાથે જ વકીલે અદાલતને વિનંતી પણ કરી છે, કે ઓનલાઈન સટ્ટાબાજી પર પ્રતિબંધ મુકવાની સૂચનાઓને બહાર પાડવામાં આવે. નહીંતર યુવાનો હવે આ સટ્ટાબાજીનાં જ વ્યસની બની રહ્યા છે.

વકીલનું કહેવું છે, કે ઓનલાઇન સટ્ટેબાજની કંપની વિરાટ કોહલી તેમજ તમન્ના ભાટિયા જેવી હસ્તીઓનો ઉપયોગ કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહી છે. જેનાંથી બંનેની ધરપકડ થવી જ જોઈએ. ઓનલાઇન સટ્ટાબાજીમાં હારી ગયેલ રકમને ન ભરવાને લીધે હાલમાં જ એક યુવકે આત્મહત્યા પણ કરી લીધી છે. આ દુઃખદ બનાવને જોતાં જ વકીલે કોર્ટમાં આ અરજી પણ કરી હતી.

અહીં ઉલ્લેખનીય છે, કે ભારતીય ક્રિકેટની ટીમનો કેપ્ટન તેમજ બોલિવૂડની એક્ટ્રેસ તમન્ના ભાટિયા ‘મોબાઈલ પ્રીમિયર લીગ’ એટલે કે MPL ની જાહેરાત કરે છે. આ બંને ગેમિંગ પ્લેટફોર્મનાં બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. MPLને હાલનાં સમયમાં કુલ 30 મિલિયનથી પણ વધુ યુઝરો છે. આ પ્લેટફોર્મ પર કુલ 40થી પણ વધુ રમતો રમાય છે. MPL અગાઉ MPLની કુલ 6 ક્રિકેટની રમતો છે, જેમાં યુઝર્સને અન્ય વિકલ્પો પણ મળી રહે છે.

આવી જ ઓનલાઇન રમતો દ્વારા સટ્ટાબાજીને પ્રોત્સાહન મળી રહ્યું છે. હાલમાં પણ સ્નાતક વિદ્યાર્થીએ ઓનલાઇન સટ્ટાને લીધે પોતાનું જીવન પણ ટૂંકાવી લીધું હતું. કારણ, કે આ વિદ્યાર્થી ઓનલાઇન ગેમિંગમાં કુલ 20,000 રૂપિયા હારી ગયો હતો. ત્યારપછી એ  ચિંતામાં પણ આવી ગયો હતો અને તેણે આત્મહત્યા કરી લીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *