દક્ષિણ ચીન(South China)માં એક મોટું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું છે. અહીં ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું એક વિમાન ગુઆંગસી ક્ષેત્રના પહાડોમાં ક્રેશ થયું છે. મળતી માહિતી અનુસાર બોઇંગ 737 વિમાને(Boeing 737 aircraft) 133 મુસાફરો(Passengers) સાથે કુનમિંગ(Kunming)થી ગુઆંગઝુ માટે ઉડાન ભરી હતી. પરંતુ આ ઘટનામાં વિમાન ક્રેશ થયું હતું. એરક્રાફ્ટ ક્રેશ થયા પછી પહાડોની વચ્ચેથી ધૂમાડો નીકળતો દેખાય છે.
હજુ અકસ્માતમાં કોઈ જાનહાનિનો સત્તાવાર આંકડો જાણી શકાયો નથી. એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર બચાવ ટીમો ઘટના સ્થળે ઝડપથી જઈ રહી છે, જૂન 2015માં એરલાઈન્સ દ્વારા તેનો કબજો લેવામાં આવ્યો હતો. MU 5735 માં કુલ 162 સીટો હતી, જેમાંથી 12 બિઝનેસ ક્લાસ અને 150 ઈકોનોમી ક્લાસ હતી.
ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ ક્રેશ થયું છે. અકસ્માત સમયે બોઇંગ 737માં કુલ 133 મુસાફરો સવાર હતા. આ દુર્ઘટનામાં કેટલા લોકો બચી ગયા કે કેટલા લોકોના મોત થયા તેની માહિતી હાલ બહાર આવી નથી. જે પ્લેન ક્રેશ થયું તે ચીનની ચાઈના ઈસ્ટર્ન એરલાઈન્સનું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના જણાવ્યા પ્રમાણે ચીનનું બોઈંગ 737 એરક્રાફ્ટ કુમીંગથી ગંગઝોઉ તરફ જતું હતું. ગંગઝોઉ વિસ્તારમાં જ આ ર્દુઘટના બની છે.
દુર્ઘટનાનો ભોગ બનેલું પ્લેન સાડા છ વર્ષનું હતું. આ પહેલા આજે દિલ્હીથી કતાર એરલાઈન્સની ફ્લાઈટનું પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ પ્લેન દોહા જઈ રહ્યું હતું. તેમાં 100 જેટલા મુસાફરો સવાર હતા. બાદમાં મુસાફરોને અન્ય પ્લેન દ્વારા દોહા મોકલવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.