Police Constable Death: છેલ્લા ઘણા સમયથી અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે.અકસ્માતના કારણે નિર્દોષ લોકોના જીવ લેવાઈ રહ્યા છે.ત્યારે આજે ફરી એકવાર તાપી જિલ્લાના કાકરાપાડામાં એક પોલીસ કોન્સ્ટેબલનું(Police Constable Death) અકસ્માતમાં મોત થતા પોલીસબેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
પીએમ નરેન્દ્ર મોદીના બંદોબસ્ત પરત ફરી રહેલા પોલીસ કોન્સ્ટેબલનું મોત
આ અંગે મળતી માહિતી મુજબ,પોલીસ કર્મચારી સેતુલ ચોધરી સુરત શહેર પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતા હતા.ત્યારે તાપી જિલ્લાના કાકરાપાડામાં પ્રધામંત્રી નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સેતુલ ચોધરી કાકરાપાડામાં બંદોબસ્તમાં હતો.જે બાદ કાર્યક્રમ પૂર્ણ થતા કોન્સ્ટેબલ સેતુલ ચોધરી બાઈક પર સુરત ખાતે આવી રહ્યો હતો એ દરમિયાન તેને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.ત્યારે આ ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું અને તાત્કાલિક 108 બોલાવી સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.
અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી
કોન્સ્ટેબલ સેતુલને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન ડોકટરે તેને મૃત જાહેર કરતા તેનો પરિવાર ઘેર શોકમાં ગરકાવ થયો છે.સાથે જ પોલીસબેડામાં પણ શોક વ્યાપી જવા પામ્યો છે.ત્યારે ઘટનાના પગલે આ અંગે સ્થાનિક પોલીસને જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો હોસ્પિટલ તેમજ ઘટના સ્થળ પર પહોંચી અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી અજાણ્યા વાહન ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.
આ અગાઉ પણ કેટલીકવાર વાહન ચાલકોની બેદારકારીની કારણે અનેક લોકોને જીવ ગુમાવવા પડ્યા છે.ત્યારે આજે રોજ પણ એક આશાસ્પદ યુવકનું મોત અકસ્માતમાં થતા હવે આ બેદરકાર વાહન ચાલકો સુધરે તેવી લોકચર્ચા ઉઠી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube