iPhone 16 Pro ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે- કેમેરા અને પ્રોસેસર બદલાઈ જશે અને મળશે બે કલર ઓપ્શન

iPhone16 Pro: થોડા મહિના પહેલા જ એપલે તેના ગ્રાહકો માટે iPhone 15 સિરીઝ લોન્ચ કરી હતી. હવે કંપનીએ iPhone 16(iPhone16 Pro)ની તૈયારીઓ શરૂ કરી દીધી…

iPhone16 Pro: થોડા મહિના પહેલા જ એપલે તેના ગ્રાહકો માટે iPhone 15 સિરીઝ લોન્ચ કરી હતી. હવે કંપનીએ iPhone 16(iPhone16 Pro)ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નવા રિપોર્ટમાં માહિતી સામે આવી છે કે iPhone 16 Pro અને iPhone 16 Pro Max બે નવા કલર વિકલ્પોમાં ઓફર કરવામાં આવશે.રિપોર્ટમાં આ જાણકારી એ પણ સામે આવી છે કે આ સીરિઝના ડિવાઈસ 2024ના બીજા ભાગમાં લાવી શકાય છે. ચાલો જાણીએ આ સંબંધિત વિગતો વિશે.

ડિવાઇસ બે કલર ઓપ્શનમાં આવશે
નવા રિપોર્ટમાં જાણકારી સામે આવી છે કે કંપની નવા iPhoneને બે કલર ઓપ્શનમાં લાવવાની તૈયારી કરી રહી છે. હાલમાં, સ્માર્ટફોનના લીક થયેલા રેન્ડર્સમાં, ફોનને નવા ગ્રે અને ગોલ્ડ ફિનિશમાં ઓફર કરી શકાય છે.

જેમ આપણે જાણીએ છીએ કે iPhone 15 Pro મૉડલ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ નથી અને આ iPhone મૉડલ્સ ટાઇટેનિયમ ચેસિસ સાથે ચાર કલર વિકલ્પોમાં ઑફર કરવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે iPhone 16 Pro ડેઝર્ટ ટાઈટેનિયમ અને ટાઈટેનિયમ ગ્રે કલરવેઝમાં લોન્ચ થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે નવો ડેઝર્ટ ટાઇટેનિયમ (ડેઝર્ટ યલો) કલર ઓપ્શન iPhone 14 પ્રો મોડલ્સ પર ઉપલબ્ધ ગોલ્ડ કલર જેવો જ દેખાય છે. ગયા વર્ષના iPhone 15 Pro મોડલ્સ, તેમના પુરોગામીથી વિપરીત, ગોલ્ડ ફિનિશમાં આવ્યા ન હતા.

ટિપસ્ટરે એ પણ ધ્યાન દોર્યું કે ટાઇટેનિયમ ગ્રે (સિમેન્ટ ગ્રે) કલર આઇફોન 6 ના સ્પેસ ગ્રે રંગ જેવો જ છે, જે 2014માં રિલીઝ થયો હતો.

iPhone 15 Pro મોડલ આ કલર વિકલ્પોમાં આવશે
ગયા વર્ષે, iPhone 15 Pro અને iPhone 15 Pro Max બ્લેક ટાઇટેનિયમ, બ્લુ ટાઇટેનિયમ, નેચરલ અને વ્હાઇટ ટાઇટેનિયમ કલરવેમાં લોન્ચ કરવામાં આવ્યા હતા. તે જ સમયે, iPhone 16 Pro કંપનીના પ્રીમિયમ iPhone મોડલ્સમાં ગોલ્ડન કલર પાછો લાવી શકે છે.

Apple iPhone 16 Pro મોડલ્સ પર વિવિધ કલર વિકલ્પો ઓફર કરવાની યોજના બનાવી રહી છે. કંપનીએ iPhone 15 Proના ઓછામાં ઓછા બે કલર ઓપ્શન બદલવા પડશે. iPhone Pro હેન્ડસેટ હંમેશા ચાર રંગોમાં લોન્ચ થાય છે.

iPhone 16 સિરીઝના સ્માર્ટફોન્સ 2024 ના ત્રીજા ક્વાર્ટરમાં જ આવવાની અપેક્ષા છે અને અમે આગામી મહિનાઓમાં iPhone 16 Pro મોડલ્સના રંગ વિકલ્પો વિશે વધુ વિગતો સાંભળીશું.