કડકડતી ઠંડીમાં મોડી રાત્રે મુસાફરોથી ભરેલ ખાનગી બાદ પલટી મારી જતા આટલા લોકો…

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યાર આવી જ એક માર્ગ…

માર્ગ અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. કેટલાંક લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યાર આવી જ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. કડકડતી ઠંડીમાં વધારો થતાંની સાથે જ અકસ્માતોનો સિલસિલો ફરીથી શરૂ થયો છે.

ગોધરામાં આવેલ પરવડી બાયપાસ નજીક મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. ખાનગી ટ્રાવેલ્સ પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ઈન્દોરથી ગોંડલ તરફ જઈ રહેલ ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. જેમાં બસમાં સવાર કુલ 7 લોકોની ઉપરાંત મુસાફરોને ઇજા પહોંચી છે. આની સાથે જ 2 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ગોધરાની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.  આ અકસ્માત અંગે સ્થાનિક પોલીસે કહ્યું હતું કે, દાહોદથી આવી રહેલ પરવડી બાયપાસ નજીક બસ પલટી મારી ગઈ હતી. તાત્કાલિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અણી સાથે જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જયારે બીજી બાજુ, કડકડતી ઠંડીમાં અકસ્માત સર્જાયા પછી માર્ગ પર આવી ગયેલ મુસાફરોના હાલ બેહાલ થયા હતા. ક્યાં જવુ તથા શું તે તેમને સૂંઝ્યુ ન હતું. મુસાફરો કડકડતી ઠંડીમાં હાઈવે પર ઉભા રહ્યા હતા. મુસાફરો રીતસરના ઠૂઠવાઈ ગયા હતા.  આની સાથે જ અનેક મુસાફરો પાસે નાના બાળકો પણ હતા. જે ચિંતાતુર બન્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *