ગુજરાતમાં કોગ્રેસની શરમજનક હાર મળ્યા બાદ શરુ થઇ પ્રમુખોના રાજીનામાની હારમાળા, આ ત્રણ પ્રમુખોએ છોડ્યું પદ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ભાજપનો દબદબો રહ્યો છે. 192 બેઠકોમાંથી 123 બેઠકો પર ભાજપ અને 13 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસનો આ ચૂંટણીમાં કારમો રકાસ થયો છે. કોંગ્રેસની નેતાગીરી નબળી પૂરવાર થઈ છે. મામકાઓને ટીકિટ અપાવવામાં કોંગ્રેસે આબરૂ ખોવાનો વારો આવ્યો છે. ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતાં કોંગ્રેસ પાર્ટીમાંથી એક પછી એક રાજીનામાની વણજાર થઇ રહી છે. ગુજરાતમાં કોંગ્રેસના રકાસ બાદ એક પછી એક ત્રણ શહેર પ્રમુખોએ રાજીનામા ધરી દીધાં છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે રવિવારે યોજાયેલા મતદાનમાં 46.24 લાખ પૈકીના 19 લાખ લોકોના 42.53 ટકા મતોની આજે મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ભાજપનો દબદબો રહ્યો છે. 192 બેઠકોમાંથી 123 બેઠકો પર ભાજપ અને 13 બેઠકો પર કોંગ્રેસ આગળ છે. કોંગ્રેસનો આ ચૂંટણીમાં કારમો રકાસ થયો છે. કોંગ્રેસની નેતાગીરી નબળી પૂરવાર થઈ છે. મામકાઓને ટીકિટ અપાવવામાં કોંગ્રેસે આબરૂ ખોવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઈ જતાં શહેર પ્રમુખે રાજીનામું આપી દીધું છે

અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખ શંશીકાત પટેલે પણ પોતાનું રાજીનામું આપ્યુ છે.અમદાવાદમાં કોંગ્રેસની કારમી હારની જવાબદારી શશીકાંત પટેલે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યુ છે

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધર્યુ
સુરતમાં કોંગ્રેસને ચૂંટણીમાં જોરદાર ઝટકો લાગ્યો છે. અમદાવાદ કોંગ્રેસ શહેર પ્રમુખના રાજીનામા બાદ સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ ધર્યુ છે. કોંગ્રેસને જનતાએ જોરદાર ઝટકો આપ્યો છે જે બાદ  બાબુ રાયકાએ પ્રમુખ પદેથી રાજીનામુ આપી દીધું છે. સાથે જ તેમણે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયેલી કારમી હારની જવાબદારી સ્વીકારી છે.

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. કોંગ્રેસને પાટીદારો(પાસ)નો સાથ ન મળતાં આપનો ઉદય થયો છે. એસવીએનઆઈટી અને ગાંધી એન્જિનિયરીંગ કોલેજમાં થયેલી મતગણતરીમાં કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસ અને આપની લડાઈનો ફાયદો ભાજપને જરૂર થયો પરંતુ આપનું ઝાડુ ભાજપ પર ફરવાની જગ્યાએ કોંગ્રેસનો સફાયો કરવામાં સફળ રહ્યું છે. વોર્ડ નંબર 1,6,8,10,14,11,12,15,18,19,21,22,23,24,25,27 અને 29માં ભાજપની પેનલની જીત થઈ છે. વોર્ડ નંબર 2,3,4,5,16 અને17માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. ભાજપના સેલિબ્રિટી જેવા નામ ધરાવતા ગીતા રબારી અને ડિમ્પલ કાપડીયાની પણ જીત થઈ છે. હાલ ભાજપ 58 તો આપ 22માં આગળ છે જ્યારે કોંગ્રેસ ખાતુ ખોલાવવામાં પણ નિષ્ફળ રહ્યું છે. વિપક્ષી નેતા પપન તોગડીયાની હાર થઈ છે.

ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું, હારની જવાબદારી સ્વીકારી
ભાવનગર મહાપાલિકાની કુલ 52 બેઠકમાંથી 44 પર બીજેપીની જીત, 8 પર કોંગ્રેસની જીત થઈ છે.  ભાવનગરમાં કોંગ્રેસનો રકાસ થતાં શહેર પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામું આપ્યું છે, હારની જવાબદારી સ્વીકારી જણાવ્યું કહ્યું છેકે, અણધાર્યા પરિણામથી દુઃખ સાથે ખેદની લાગણી અનુભવું છું. મતદારોનો નિર્ણય શિરોમાન્ય છે. ભાવનગર મનપામાં ભાજપે સપાટો બોલાવ્યો છે. માત્ર વોર્ડ નં.5ને બાદ કરતા તમામ વોર્ડમાં ભાજપને ટ્રેન્ડમાં બહુમતી જોવા મળી રહી છે. વોર્ડ નં. 8 અને વોર્ડ નં. 12 ભાજપની પેનલનો વિજય થયો છે.

ભાવનગરમાં વોર્ડ નંબર 11માં પરિણામને લઇને કોંગ્રેસે વિરોધ કરી ધમાલ મચાવી છે. ભાવનગરમાં વોર્ડ પાંચમાં કોંગ્રેસના ભરત બુધેલિયા વિજયી થયા હતા. ભરત બુધેલિયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ ભાવનગરની જનતાનો આભાર માન્યો હતો. કોંગ્રેસે મહાપાલિકાના વોર્ડ નંબર પાંચમાં ડોરટુડોર પ્રચાર કર્યો હતો.

ભાવનગરમાં ભાજપના એક ઉમેદવારને 28 હજાર જેટલા મત મળતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસ અને આપે આક્ષેપ કરતા જણાવ્યું કે કુલ મતદાન 30 હજાર જેટલું થયું છે. તો પછી એક જ ઉમેદવારને આટલા બધા મત કેવી રીતે મળ્યા.વોર્ડ 1 થી 3 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર. 403, વોર્ડ 4 થી 6 ની મત ગણતરી એમીનિટી બિલ્ડીંગ રૂમ. નંબર.305, વોર્ડ 7 થી 10 ની મત ગણતરી ઇસી બિલ્ડીંગ રૂમ. નંબર.469, વોર્ડ 11 થી 13 ની મત ગણતરી એમિનિટી બિલ્ડીંગ રૂમ. નંબર 309માં સવારે 9 વાગ્યાથી હાથ ધરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *