વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટનામાં ગૃહવિભાગ આવ્યું એકશનમાં: ગાંધીનગરથી શું આદેશ આવ્યો જાણો

Vadodara Harani Lake: હરણી બોટ દુર્ઘટના(Vadodara Harani Lake)ની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓને આ ટીમમાં સમાવેશ કરાયો…

Vadodara Harani Lake: હરણી બોટ દુર્ઘટના(Vadodara Harani Lake)ની તપાસ માટે વડોદરા શહેર પોલીસ કમિશનરે SITની રચના કરી છે. 7 પોલીસ અધિકારીઓને આ ટીમમાં સમાવેશ કરાયો છે. આ ગંભીર દુર્ઘટના થયા અંગે નિષ્પક્ષ અને સચોટ તપાસ માટે SITની રચના કરી છે. આ પહેલા હરણી પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી હતી જે હવે સીટને સોંપવામાં આવી છે. અધિક પોલીસ કમિશ્નરની અધ્યક્ષતામાં દુર્ઘટનાની તપાસ થશે.

સરકારના પરિપત્ર મુજબ પગલાં ભરવામાં આવશે
પ્રવાસ માટે કચેરીની પરમિશન લીધી હોય તેવું જણાતું નથી. પ્રવાસ માટે ઇન્ચાર્જ શિક્ષકની વિગતો મંગાવવામાં આવી છે. તમામ વિગતો આવ્યા બાદ DEO કચેરી દ્વારા પગલા ભરાશે. સરકારના પરિપત્ર મુજબ પગલાં ભરવામાં આવશે.

સચોટ તપાસ માટે SITની રચના
વડોદરાના હરણી તળાવમાં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે. હરણી બોટ દુર્ઘટના મુદ્દે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે. જેમાં ઝોન 4 ડીસીપી પન્ના મોમાયા, ક્રાઇમ DCP યુવરાજસિંહ જાડેજાનો SITમાં સમાવેશ છે. જો કે ક્રાઈમબ્રાંચના ACP, 2 PI અને 1 PSIનો પણ SITમાં સમાવેશ કરવામાં આવ્યો છે. SITમાં કુલ 7 સભ્યોનો સમાવેશ છે.

18 વિરુદ્ધ ફરિયાદ, બોટ ચલાવનારની ધરપકડ
વડોદરામાં બનેલી આ દુર્ઘટના માટે જવાબદાર એવા 18 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બોટ ચલાવનાર નયન ગોહિલ અને બોર્ટના ગાર્ડ અંકિત પરમારની ધરપકડ કરવામાં આવી છે. કોન્ટ્રાક્ટરના ત્રણ ભીગીદારોની પણ ધરપકડ કરવામાં આવશે. જોકે, કોન્ટ્રાક્ટર પરેશ શાહ હાલ ફરાર છે.

SIT ટીમના સભ્યો
ટીમમાં અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા- અધ્યક્ષ
ડીસીપી ઝોન 4 પન્ના મોમાયા- સુપરવિઝન અધિકારી
ડીસીપી ક્રાઈમ યુવરાજસિંહ જાડેજા- સુપરવિઝન અધિકારી
ACP ક્રાઇમ એચ એ રાઠોડ – તપાસ અધિકારી
હરણી PI – સી બી ટંડેલ – સભ્ય
ક્રાઇમ બ્રાન્ચ PI – એમ એફ ચૌધરી – સભ્ય
ક્રાઈમ બ્રાન્ચ PSI પી એમ ધાકડા – સભ્ય