દાદાના હાથમાંથી કાળજાના કટકાને ઢસડી ગયો માનવભક્ષી દીપડો, 7 વર્ષની માસૂમ બાળકીનો મૃતદેહ એવી હાલતમાં મળ્યો કે…

જૂનાગઢ જિલ્લાના સોનારડી ગામે હચમચાવી નાખતી ઘટના સામે આવી છે, જેમાં દાદાના હાથમાંથી કાળજાના કટકાને દીપડો ઉઠાવી ગયો હતો. દાદા-દાદી સાથે નદી કિનારે કપડાં ધોવા ગયેલી 7 વર્ષની માસૂમને દાદાના હાથમાંથી ઝૂંટવીને માનવભક્ષી દીપડા ઉઠાવીને નદીના પટમાં તાણી ગયો હતો. એ બાદ પરિવારજનોએ શોધખોળ હાથ ધરતાં લોહીલુહાણ હાલતમાં બાળકીનો મૃતદેહ હાથ લાગ્યો હતો.

સોનારડી ગામે સવારે 10 વાગ્યાના સમયે નદીએ કપડાં ધોવા જઈ રહેલી 7 વર્ષની બાળકીનો દીપડાએ શિકાર કર્યો હતો. ત્રણ દીકરી દાદા-દાદી સાથે નદીએ કપડાં ધોવા ગઈ હતી, ત્યારે દાદાનો હાથ પકડીને ચાલી રહેલી 7 વર્ષની મન્નતને કાંટાની જાળીમાંથી તરાપ મારી ડોકી પકડી દીપડો ઉઠાવી ગયો હતો. ધોરણ બેમાં અભ્યાસ કરતી બાળકી પર હુમલો કરી નદીના પટમાં દીપડો તાણી ગયો હતો.

આ અંગે બાળકીના દાદાએ જણાવ્યું હતું કે અમે કપડાં ધોવા જઈ રહ્યા હતા. ત્યારે બે બાળકી નદી કિનારે પહોંચી ગઈ હતી, જ્યારે એક બાળકી મારો હાથ ઝાલીને સાથે ચાલી રહી હતી. ત્યારે બાવળની ઝાળીમાંથી દીપડાએ તરાપ મારીને મારા હાથમાંથી બાળકીની ઉપાડીને લઈ ગયો હતો. ત્યાર બાદ મેં બધા લોકોને ઘટનાની જાણ કરી હતી.

મન્નત રાઠોડ નામની સાત વર્ષની બાળકી પર દીપડાએ હુમલો કર્યાની જાણ થતાં ગ્રામજનો બાળકીને શોધવા લાગ્યાં હતાં. બાદમાં લોહીલોહાણ હાલતમાંથી નદીના પટમાંથી બાળકી મળી આવી હતી. ગામલોકોએ બાળકીને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડી હતી. જોકે બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.

જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાં માનવભક્ષી દીપડાઓનું દિવસે ને દિવસે પ્રમાણ વધતું જાય છે. ત્યારે વધુ એક માનવભક્ષી દીપડાએ બાળકીનો શિકાર કરતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પણ માનવભક્ષી દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તાર અને શહેર વિસ્તારમાં સીસીટીવીમાં વારંવાર દીપડાઓ નજરે પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *