દુબઈમાં માલામાલ થયો ભારતીય ડ્રાઈવર, લોટરીમાં જીત્યો અધધ… આટલા કરોડ – જીતેલા રૂપિયાથી કરશે લોકોની મદદ

એક કહેવત છે કે ‘જ્યારે ઉપર વાળો આપે છે, ત્યારે છપ્પર ફાડીને આપે છે.’ જો કે, આ કહેવત ક્યારેક સાચી સાબિત થાય છે. આવું જ કંઈક દુબઈમાં રહેતા એક ભારતીય વ્યક્તિ સાથે થયું છે. દુબઈમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા અજય ઓગુલાનું ભાગ્ય ચમકી ગયું છે. અજયે દુબઈની અમીરાત ડ્રો લોટરીમાં જેકપોટ જીત્યો છે. આ લોટરી જીતવા પર, અજયને 15 મિલિયન UAE દિરહામની રકમ મળી છે, જે ભારતીય ચલણમાં 33 કરોડ રૂપિયા છે.

વાત કરતા અજયે જણાવ્યું કે તે 4 વર્ષ પહેલા નોકરીની શોધમાં ભારતથી દુબઈ ગયો હતો. અજય દક્ષિણ ભારતના એક ગામનો વતની છે અને દુબઈની એક જ્વેલરી કંપનીમાં ડ્રાઈવર તરીકે કામ કરે છે. અજયે જણાવ્યું કે ડ્રાઈવર તરીકે કામ કર્યા બાદ તેને એક મહિનામાં 3,200 UAE દિરહામ એટલે કે 71,968 રૂપિયાનો પગાર મળે છે.

જેકપોટ જીત્યા બાદ અજયે જણાવ્યું કે લોટરી જીત્યા બાદ તેને વિશ્વાસ જ ન આવ્યો કે તે જેકપોટ જીતી ગયો છે. આ સાથે અજય પણ આ વાતને લઈને ઘણો ખુશ છે. અજયે એ જણાવ્યું કે જ્યારે તેણે તેની માતા અને ભાઈ-બહેનોને આ સમાચારની જાણ કરવા માટે ફોન કર્યો તો તેઓ પણ વિશ્વાસ ન કરી શક્યા.

અજયે કહ્યું કે તે લોટરીમાં જીતેલા પૈસાનો ઉપયોગ તેના ચેરિટી ટ્રસ્ટ બનાવવા માટે કરશે. અજયે માહિતી આપી હતી કે આ ચેરિટી ટ્રસ્ટ તેના ગામના લોકોની તેમજ આજુબાજુના ગામોની મૂળભૂત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *