સુરત(Surat): શહેરમાં સવાર સવારમાં તો વરસાદે ભુક્કા બોલાવી દીધા છે. અલગ-અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મેઘરાજાની ધમાકેદાર બેટીંગ અને ભારે પવનને કારણે શહેરના શ્રેયસ ડાયમંડ(Shreyas Diamond) મીનીબજાર(Minibazar) ખાતે પતરાનો શેડ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.
ઘણા વાહનો પતરાના શેડ નીચે દટાયા:
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદને અને જોરદાર પવન ફૂંકાવવાને કારણે પતરાનો શેડ નીચે પડી ગયો હતો. શેડ નીચે પડતા સેકંડો ગાડીઓ તેના નીચે દબાઈ ગઈ હતી. પણ રાહતના સમાચાર તો એ છે કે, આજે રજાનો દિવસ હોવાને કારણે અને વરસાદને લીધે મોટી જાનહાની ટળી હતી.
લોકોના ટોળે-ટોળા થયા એકઠા:
એસી ના આઉટડોર મશીન પણ ધડાકા ભેર તૂટીને નીચે પડતા લોકોની ભીડ થઈ ગઈ હતી. પરંતુ આ ઘટનામાં કોઈ જાનહાની થઇ ના હતી.
કોઈ પણ પ્રકારની જાનહાની નહિ:
મળતી માહિતી અનુસાર, પતરાનો શેડ પડવાને કારણે કોઈ પણ પ્રકારની જાનહાની થઇ નથી. આજે રવિવાર હોવાને કારણે સદનસીબે કોઈ દુર્ઘટના ઘટી નથી, પરંતુ પતરાના શેડની નીચે ઘણા ઘરા વાહન ટુ-વ્હીલ, મોપેડ ગાડીઓ દબાઈ ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.