ચુંટણી પહેલા જ ગુંડાઓ બન્યા આમ આદમી પાર્ટીના કાર્યકરો, સુરતના કતારગામમાં બની ચોંકાવનારી ઘટના

Gujarat Election 2022- હાલમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે. જયારે તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે અવનવા ચૂંટણીને લઈને…

Gujarat Election 2022- હાલમાં ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામી ગયો છે. જયારે તમામ પાર્ટીના ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે અવનવા ચૂંટણીને લઈને અનેક કિસ્સા સામે આવતા હોય છે. હાલમાં જ એક કિસ્સો આમ આદમી પાર્ટીને લઈને સામે આવ્યો છે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો છાકટા બની ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે.

આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપ સમર્થકોની સામે અવળ ચંડાઈઓ શરુ કરી દીધી છે. આમ આદમી પાર્ટીની અવળ ચંડાઈનો સુરતના કતારગામ વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીના અવળચંડા કાર્યકરોએ એક ભાજપની વિચારધારા સાથે જોડાયેલા સામાજિક આગેવાનની ગાડીને નુકસાન પહોચાડ્યું છે.

કતારગામ અનાથ આશ્રમ વિસ્તારમાં કામ અર્થે ગયેલા ભાજપના સામાજિક કાર્યકરની ગાડીમાં કારની અંદર ભાજપનો ખેસ જોઈને ઘેલા બનેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોંઘીઘાટ રેન્જ રોવર કારને નુકસાન પહોંચાડ્યું છે. મોંઘીઘાટ રેન્જ રોવર કારની તમામ બાજુએ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીનું લખાણ લખી દીધું છે. આ લખાણ ચાકુ જેવા અણીદાર સાધન વડે અસામાજિક તત્વ કરે તેવું વર્તન આમ આદમી પાર્ટીના કાર્યકરો કરીને એક સામાજિક આગેવાનને લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

ભાજપના સામાજિક કાર્યકરની રેંજ રોવર કાર પર આમ આદમી પાર્ટીના અસામાજિક તત્વો દ્વારા સ્ક્રેચ પાડવામાં આવ્યા છે અને કારને પણ મોટું નુકસાન કરવામાં આવ્યો છે. આ બાબતે ભાજપના સામાજિક આગેવાન કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વધુ તપાસ કતારગામ પોલીસે હાથ ધરી છે. કહેવાય છે કે ચૂંટણી એક ખેલ છે, જેમાં હાર જીત તો થતી હોય છે. પરંતુ આમ આદમી પાર્ટીના કાર્યકરો ચૂંટણીમાં ખેલ દિલી ભૂલીને જે પ્રકારે આ હરકત કરી છે તે જોતાં કહી શકાય છે કે તેમના કાર્યકરોમાં વિપક્ષ માટે કેટલું ઝેર ભરેલું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *