જામનગર(ગુજરાત): ગુજરાતમાં ચોરીની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં જામનગર(Jamnagar) શહેરમાં હીરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કુલ સામે આવેલ નીલકંઠ જ્વેલર્સની (Jewelers) દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. નીલકંઠ જવેલર્સમાં વહેલી સવારમાં એક ગેંગએ દુકાનનું શટર અને કાચના દરવાજા પણ તોડી અંદર પ્રવેશીને રૂપિયા 80 હજારના ચાંદીના દાગીનાની ચોરી(theft) કરીને ફરાર થયા હતા.
મળતી માહિતી મુજબ, તસ્કરોએ ચોરી સમયે સીસીટીવી કેમેરા પણ તોડ્યા હતા. તસ્કરોએ દુકાનમાં રહેલી તિજોરી તોડવાનો પણ ખુબ પ્રયાસ કર્યો હતો. પરંતુ તિજોરી ખુબ મજબુત હોવાના કારણે તોડી શક્યા ન હતા. જેને કારણે સોનાની મોટાભાગની વસ્તુઓ ચોરી થતી અટકી શકી હતી. સીસીટીવી કેમેરામાં ચોરીની તમામ ઘટના કેદ થઈ છે. તસ્કરોએ આ ચોરી 12 મિનિટમાં કરી ભાગી ગયા હતા.
હાલ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. શહેરના મુખ્ય માર્ગ પર જ ચોરીની ઘટના બની હોવાથી આજુબાજુ વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. શહેરની સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ LCB પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ શરુ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.