PM Modi, Gujarat: આજરોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાતના પ્રવાસે છે. આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ખુદ પ્રધાનમંત્રી મોદી જ મેદાનમાં ઉતરી ગયા છે. ત્યારે ભરૂચના જંબુસરમાં પ્રધાનમંત્રી મોદીની સભામાં સાપ ઘૂસી ગયો હતો. જેને લઈને લોકોમાં અફરા તફરી મચી ગઈ હતી અને લોકો બૂમાબૂમ પાડવા લાગ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે ભરૂચના જંબુસર ખાતે પ્રધાનમંત્રી મોદીની ચૂંટણી સભા યોજાઇ હતી. તે દરમિયાન સભામાં લોકો વચ્ચે સાપ ઘુસી આવ્યો હતો. સાપને જોતા જ લોકોએ બૂમાબૂમથી આખી સભા ગજવી મૂકી હતી. જોકે સાપ આવ્યો ત્યારે પ્રધાનમંત્રી મોદીનું આગમન થયું નહોતું. મંડપની પહેલી જ હરોળમાં સાપ દેખાતા લોકો ખુરશી પરથી ઉભા થઈ ભાગદોડ કરવા લાગ્યા હતા.
View this post on Instagram
લોકોની બૂમો સાંભળતા જ પોલીસ એકઠા થઈ ગયા હતા. પોલીસ વિભાગના એક પોલીસ કર્મીએ સાપને ઉઠાવી લીધો હતો અને ત્યાંથી સહી સલામત જગ્યાએ ખસેડ્યો હતો. જો કે પ્રધાનમંત્રી મોદીનું આગમન નહોતું થયું તેથી વ્યવસ્થા સચવાઈ ગઈ, જો પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં સાપે દસ્તક દીધી હોત તો દ્રશ્યો જુદા હોત.
સાપ દેખાતા જ એક પોલીસ જવાને પોતાની બહાદુરી બતાવી આ સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું. સાપનું સફળ રેસ્ક્યું થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યાં હાજર લોકોએ પણ આ બહાદુર પોલીસને વધાવ્યો હતો. પોલીસ જવાને સાપને જીવતો પકડી બહાર સહી સલામત જગ્યાએ છોડી દીધો હતો.
પ્રધાનમંત્રી મોદીએ આ સભામાં કહ્યું કે, ‘ભરૂચમાં હું સાયકલ લઈને ફરતો, પછી રાજકારણમાં આવ્યો અને લોકો મને પર્સનલી રજૂઆત કરતા હતા. ક્યાંક લાઈટ જતી રહે તો પણ મને કહેતા કારણ કે તેઓ મને ઓળખતા હતા. કોઈને પણ અમે રસ્તા પર રહેવા દીધા નથી. ગુજરાતમાં લાખો લોકોને ઘરના ઘર મળ્યા, અને માતાઓ માલિક બની.’
વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, ‘ગરીબને ઘર મળી જાય એટલે તે બે ત્રણ લાખનો માલિક બની જાય. સાથે જ ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આવ્યા અને કોઈને કટકી કરવા ન મળે. જેને જેને વચ્ચે કટકી કરવા ન મળે તેવો મોદીનો વિરોધ કરી રહ્યા છે.’ વધુમાં લોકોને કહ્યું કે ‘આ સરકાર તમારા માટે દોડવાવાળી સરકાર છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.