રાજ્યમાં સતત વધતી જતી માર્ગ અકસ્માતની ઘટનાઓ વચ્ચે હાલમાં અન્ય એક ઘટના સામે આવી છે. રાજકોટમાં હજુ 2 દિવસ અગાઉ જ શહેરના કાલાવડ રોડ પર વિરડા વાજડી ગામ પાસે કાર-ST બસના અકસ્માતમાં ૪ તબીબના મોત નીપજ્યા હતા. આ ઘટનાનાં થોડા દિવસ બાદ આજે ફરી એકવાર અકસ્માતની ભયંકર ઘટના સામે આવી છે.
ન્યારી ડેમ રોડ પર કારચાલકે બાઇકને ઉલાળી 150 ફૂટ સુધી ઢસડ્યું હતું કે, જેમાં વિરડા વાજડી ગામમાં રહેતા ભરવાડ પરિવારના આધારસ્તંભ તથા જુવાનજોધ દિકરા મશરૂ નાગજીભાઇ ટોયટાનું ઘટનાસ્થળ પર જ મોત થયું હતું. મશરૂ નોકરીએ જવા માટે બાઇક પર નીકળ્યો હતો ત્યારે કાળરૂપી કારે તેમની જિંદગી ખતમ કરી દીધી હતી.
મશરૂ ફર્નિચરના શો રૂમમાં નોકરી કરતો હતો:
વીરડા વાજડી ગામમાં રહેતો મશરૂ નાગજીભાઇ ટોયટા નામનો ભરવાડ પરિવારનો યુવાન દિકરો ફર્નિચરના શો રૂમમાં નોકરી કરતો હોવાથી સવારમાં ઘરેથી ટિફિન લઇને નોકરી પર જવા માટે નીકળ્યો હતો. આ ન્યારી ડેમવાળા રસ્તે હતો ત્યારે ન્યારી ડેમ તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ નંબર વિનાની કારે અડફેટે લીધો હતો.
જેને લીધે યુવાન બાઇક સહિત ફંગોળાય ગયો હતો. લગભગ 150 ફુટ સુધી ઢસડાઇને રોડ નીચે ફેંકાઈ ગયો હતો. જો કે, ગંભીર ઇજા પહોંચતાં તેણે ઘટનાસ્થળ પર જ દમ તોડી દીધો હતો. આમ, એકના એક દીકરાનું મોત થઈ જવાથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.
કારમાં સવાર ૩ યુવાનને અટકાવી પોલીસને સોંપ્યા:
ઘટનાની જાણ થતાંની સાથે જ ખુબ મોટી સંખ્યામાં વીરડા વાજડીના ગ્રામજનો તેમજ આગેવાનો પહોંચી ગયા હતાં. અકસ્માત સર્જનાર કારમાં ૩ યુવાન બેઠા હતાં ત્યારે ન્યારી ડેમ તરફથી આવતાં હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ ત્રણેયને લોકોએ અટકાવી તરત જ પોલીસને સોંપવામાં આવ્યા હતા. ઘટનાને કારણે તાલુકા પોલીસ મથકના PSI એન. કે. રાજપુરોહિત તથા હિતેષભાઇ સહિતનો સ્ટાફ પહોંચી ગયો હતો.
મશરૂના પિતા રિક્ષા ચલાવે છે:
અકાળે કાળનો કોળિયો બની ગયેલ મશરૂ ૪ ભાઇ અને બે બહેનમાં બીજા નંબરનો ભાઇ હતો તેમજ શો રૂમમાં નોકરી કરીને પરિવારને મદદરૂપ બનતો હતો. તેના પિતા રિક્ષા ચલાવી ગુજરાન ચલાવી રહ્યા છે. માતાનું નામ અમુબેન છે. યુવાન દિકરાના મોતથી ટોયટા પરિવારમાં કલ્પાંત જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા ૩ યુવાનો પૈકી કાર કોણ ચલાવતું હતું? તે સહિતના મુદ્દે તપાસ કરી ગુનો નોંધવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.