રાજકોટ થયું રક્તરંજીત: પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોલીસને ફોન કરીને કહ્યું એવું કે…, જાણીને પોલીસ પણ ચોકી ઉઠી 

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ(rajkot)ના પોલીસ કંટ્રોલરૂમને(police control room) શુક્રવારની રાત્રે એક ફોન કોલ…

રાજકોટ(ગુજરાત): આજકાલ વધી રહેલા હત્યાના બનાવો દરમિયાન ફરીવાર એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં રાજકોટ(rajkot)ના પોલીસ કંટ્રોલરૂમને(police control room) શુક્રવારની રાત્રે એક ફોન કોલ આવ્યો હતો. જે ફોન કરનાર વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેલા અધિકારીને જણાવ્યું હતું કે, મેં મારી પત્નીને પતાવી દીધી છે કહો ત્યાં પોલીસ સ્ટેશનમાં(police station) હું હાજર થાઉં. થોડીક વાર માટે તો ફરજ પર હાજર રહેલા અધિકારીને કોઈ ફેક કોલ હોય તેવું લાગ્યું હતું. જોકે, ત્યારબાદ પોલીસ(Police) કંટ્રોલ રૂમના અધિકારીએ ઘટનાસ્થળ પૂછતા તેણે નવા 150 ફૂટ રોડ પર એસ.આર.પી.કેમ્પ(SRP camp on 150 ft road) પાસે હોવાનું જણાવ્યું હતું.

મળતી માહિતી મુજબ, તાત્કાલિક અસરથી રાજકોટ શહેર પોલીસ કંટ્રોલરૂમ દ્વારા યુનિવર્સિટી પોલીસને ફોન કોલ બાબતે જાણ કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસને જાણ થતા PSI સહિતની ટીમ વ્યક્તિએ જણાવેલ સ્થળ પર પહોંચી ગઈ હતી. રાત્રિના અંધારામાં પોલિસની કાર આવતી જોઈ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરનાર વ્યક્તિ સામે ચાલીને આવતો પોલીસને મળ્યો હતો. ત્યારબાદ પી.એસ.આઈ સહિતના અધિકારીઓને જ્યાં તેણે પોતાની પત્નીની હત્યા કરી હતી તે અવાવરું સ્થળ પર લઇ ગયો હતો.

ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કરી લાશને પોસ્ટમોર્ટમ માટે postમોર્ટમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસ દ્વારા મૃતક નેહાના પિતાની ફરીયાદના આધારે કલમ 302 હેઠળ ગુનો નોંધી આરોપી શૈલેષ ઉર્ફે રાહુલની ધરપકડ કરવામાં આવી છે. તો સાથે જ હત્યાના કામે વપરાયેલ છરી સહિતની વસ્તુઓ કબ્જે કરી છે.

લીસની પૂછપરછમાં આરોપી શૈલેષ ઉર્ફે રાહુલે આ અંગે જણાવ્યું હતું કે, પાંચ વર્ષ પહેલા તેણે નેહા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન નેહાથી તેને એક પુત્રી રત્નની પ્રાપ્તી પણ થઈ છે. આઠ મહિના પહેલા નેહાએ તેને છૂટાછેડા આપ્યા હતા તેમજ પુત્રીને પોતાની પાસે રાખી હતી.

જાણવા મળ્યું છે કે, છુટાછેડા બાદ પણ તેની અને નેહા વચ્ચે ઘણી વખત માથાકૂટ થતી હતી. નેહાને બીજા છોકરાઓ સાથે લફરું હતું જેના કારણે શૈલેષ ઉર્ફે રાહુલ સાથે તેને રકઝક થતી હતી. તેમજ છુટાછેડા બાદ નેહા ત્રણ વર્ષની દીકરીને સરખી રીતે સાચવતી ન હોય તે બાબતે પણ શૈલેષ તેમજ નેહા વચ્ચે માથાકૂટ થતી હતી. આ દરમિયાન, છેલ્લા પાંચ દિવસથી શૈલેષ ઉર્ફે રાહુલ નેહાની હત્યા કરવાનું વિચારતો હતો.

પરંતુ, કોઈ કારણોસર તેને હત્યા કરવાનો મોકો નહોતો મળતો. જે મોકાનો શૈલેષ ઉર્ફે રાહુલ રાહ જોઈ રહ્યો હતો. તે મોકો સામે ચાલીને નેહાએ શુક્રવારની સાંજે શૈલેષ ઉર્ફે રાહુલને આપ્યો હતો. શુક્રવારની મોડી સાંજે નેહાએ પોતાના પૂર્વ પતિ શૈલેષને ફોન કરીને ઘંટેશ્વરમાંથી લઈ જવા કહ્યું હતું. તેમજ ઘંટેશ્વરથી તેને બજરંગવાળી સુધી મૂકી જવા માટે ફોન કર્યો હતો.

શૈલેષ રાહ જોઈ રહ્યો હતો. ઘંટેશ્વરથી પોતાની પહેલી પત્નીને બોલેરો કારમાં બેસાડી બજરંગ વાડી તરફ લઈ જવાના બદલે શૈલેષે તેને નવા દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલા અટલ સરોવર નજીક અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો. ત્યારબાદ તેને બોલેરો કારમાંથી નીચે ઉતારી છરીના એક બાદ એક ઘા માર્યા હતા. આ સમયે છરી તૂટી જતાં તેને ખંભે રાખવાના ફાળિયાથી જ નેહાને ગળે ટૂંપો આપી મોતને ઘટ ઉતારી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *