ધોરણ-11માં ભણતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને ટુંકાવ્યું જીવન- આપઘાત પાછળનું કારણ જાણીને લોહીના આંસુએ રડ્યો પરિવાર

Death of a student studying in Uttar Pradesh: દેશભરમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ…

Death of a student studying in Uttar Pradesh: દેશભરમાં અવારનવાર આપઘાતની ઘટનાઓ વધી રહે છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી શાળા કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અથવા તો વિદ્યાર્થીનીઓ ની આપઘાત(Death of a student studying in Uttar Pradesh) કરવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી વધુ એક તેવી જ ઘટના સામે આવી છે આ ઘટનામાં ધોરણ 11 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધું છે.

આ યુવકની માતા અને બહેન ઘરની અંદર કામ કરી રહ્યા હતા. ત્યારે આ યુવકે બીજા રૂમમાં જઈને ગળાફાંસો ખાઈ લીધો હતો. જાણવા મળી રહ્યું છે કે યુવકે ઘરેલુ વિવાદના કારણે આપઘાત જેવું મોટું પગલું ભર્યું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના શાહજહાંપુરમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર તો મૃત્યુ પામેલા યુવકની ઉંમર 18 વર્ષની હતી અને તેનું નામ સાહિલ છે.

ઘટનાના દિવસે મોડી સાંજે સાહિલના પિતા અને ભાઈ કામ પર ગયા હતા. તે દરમિયાન ઘરે સાહિલ તેની માતા અને બહેન હાજર હતા. ત્યારે કાંઈક કામ છે તેમ કહીને સાહિલ બીજી રૂમમાં ગયો હતો. ત્યાં તેને દોરડાથી ગળાફાંસો ખાઈને આપઘાત કર્યું હતું. થોડીક વાર બાદ માતા અને બહેને જ્યારે સાહિલને બોલાવ્યો પરંતુ સાહિલે અવાજ આપ્યો નહીં તેથી તેઓ રૂમમાં જોવા માટે ગયા હતા.

તે દરમિયાન તેમને સાહિલનું મૃતદેહ લટકતી હાલતમાં જોવા મળ્યું હતું. આ ઘટના બનતા જ સાહિલની માતા અને બહેને ત્યાને ત્યાં ઢળી પડ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પરિવારના સભ્યો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે મૃત્યુ પામેલો સાહિલ સાત ભાઈ બહેનમાં સૌથી નાનો હતો.

મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલા સાહિલના ભાઈના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. સાહિલના ભાભી રોજ નાની નાની વાતમાં ઘરમાં ઝઘડો કરી રહ્યા હતા. જેના કારણે ઘરના બધા પરિવારના સભ્યો ખૂબ જ પરેશાન રહેતા હતા. બધાને પરેશાન જોઈને સાહિલ વધુ પરેશાન થવા લાગ્યો હતો. જેના કારણે સાહિલે છેલ્લા ત્રણ દિવસથી ખાધું પણ ન હતું. આ કારણોસર સાહિલે પોતાનું જીવન ટૂંકાવ્યું છે તેવું કહેવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *