સુરત(Surat): શહેરમાં 21 વર્ષ પહેલા બોગસ માર્કશીટ(Bogus marksheet)ના આધારે ડિગ્રી લેવાનો પ્રયાસ કરનારને કોર્ટ દ્વારા 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. સુરત કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી છે. જેમાં વ્યકિત નાપાસ હોવા છતાં પણ માર્ક્સ વધારો પાસ થયાની બોગસ માર્કશીટ સાથે ડીગ્રી સર્ટીફીકેટ(Degree certificate) લેવા માટેનું ફોર્મ ભર્યું હતું.
જાણો વિગતવાર:
મળતી માહિતી અનુસાર, મહમદ પટેલ નામના વ્યક્તિ એપ્રિલ-2001માં ટીવાયબીકોમમાં નાપાસ થયો હતો. તેમ છતાં પણ માર્ક્સ વધારીને પાસ થયા હોવાની નકલી માર્કશીટ સાથે ડીગ્રી સર્ટીફીકેટ લેવા માટેનું ફોર્મ ભર્યું હતું. ત્યારે હવે આ બોગસ માર્કશીટના આધારે ડિગ્રી લેવાનો પ્રયાસ કરનારને સુરત કોર્ટ દ્વારા 5 વર્ષ કેદની સજા સંભળાવવામાં આવી છે.
જાણો કોર્ટ શું કહે છે સમગ્ર મામલે:
સુરત કોર્ટનું કહેવું છે કે, આરોપીએ માર્ક વધારી પાસની બોગસ માર્કશીટ સાથે ડિગ્રી સર્ટિફિકેટ લેવા ફોર્મ ભર્યું હતું. જે આરોપીનો ગુનો વ્યક્તિગત નહીં સમાજના વિશાળ હિતને વિપરિત અસર કરે તેવો છે. જેથી દક્ષિણ ગુજરાત વીર નર્મદ યુનિવર્સીટી સાથે ગુનાઈત ફોર્જરી તથા ઠગાઈના કારસા બદલ દોષી ઠેરવવામાં આવી છે. છઠ્ઠા એડીશનલ સીનીયર સીવીલ જજ અવિનાશ કે.ભટ્ટે આરોપીને પાંચ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. વધુમાં કહ્યું છે કે આરોપીને ૩ હજાર રૂપિયાનો દંડ થતા જો દંડ ના ભરી શકે તો વધુ છ માસની કેદની સજા ફટકારવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 21 વર્ષ અગાઉ નકલી માર્કશીટને આધારે ડીગ્રી લેવાનો પ્રયાસ કરનારને અંતે કોર્ટે સજા ફટકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.