કાનપુરમાં સર્જાયો ભયંકર અકસ્માત, બસ ખાડામાં પડી જતાં 3 વિધાર્થીઓના મોત…

Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટો રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઘાટમપુરના પટારા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ રોડની કિનારે ખાઈમાં…

Uttar Pradesh Accident: ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક મોટો રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ઘાટમપુરના પટારા વિસ્તારમાં મુસાફરોથી ભરેલી એક બસ રોડની કિનારે ખાઈમાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ આ ઘટનામાં 3 લોકોના મોત થયા છે. અકસ્માતનો ભોગ બનેલા ત્રણેય વિદ્યાર્થીઓ(Uttar Pradesh Accident) હતા. આ સાથે અનેક મુસાફરો ઘાયલ પણ થયા છે. ત્યારે આ અંગે પોલીસને જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી અકસ્માતની ઘટના અંગે નોંધ લીધી હતી.તેમજ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સાયકલ સવાર વિદ્યાર્થીઓના ઘટનાસ્થળ પર મોત
શુક્રવારે સવારે 3 વિદ્યાર્થીઓ સાયકલ પર ટ્યૂશન માટે જઈ રહ્યા હતા. દરમિયાન એક પુરપાટ ઝડપે આવતી બસે સાયકલ સવાર વિદ્યાર્થીઓને કચડી નાખ્યા હતા. આ કરૂણ અકસ્માતમાં ત્રણેય વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ પછી બસ બેકાબૂ થઈ ગઈ અને ખાડામાં પલટી ગઈ. જે બાદ આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી.

રોષે ભરાયેલા ગ્રામજનોએ હોબાળો શરૂ કર્યો
ઘાટમપુર કોતવાલી વિસ્તારના પટારા રોડ સ્ટેશન પાસે બસે ત્રણ વિદ્યાર્થીઓને કચડી નાખ્યા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ પહોંચી હતી અને વિદ્યાર્થીઓને સીએચસીમાં લઈ ગઈ હતી. જ્યાં તબીબે ત્રણેય વિદ્યાર્થીઓને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાથી રોષે ભરાયેલા ગ્રામજનોએ હોબાળો શરૂ કર્યો હતો. વિદ્યાર્થીઓની ઓળખ અંકુશ પ્રજાપતિ, દીપક તિવારી અને મનીષ કુમાર તરીકે થઈ છે.

પોલીસ ક્રેનની મદદથી બસને ખાઈમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો
રોડવેઝની બસમાં મુસાફરી કરતા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસ ક્રેનની મદદથી બસને ખાઈમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ ઘટના અંગે બાળકોના પરિવારજનોને જાણ કરી છે. પોલીસે ત્રણેય મૃતદેહોને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે.