ભાજપના વધુ 15 ઉમેદવારોની યાદી જાહેર, જાણો કોને ક્યાંથી મળી ટીકીટ…

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની(Lok Sabha Election 2024) યાદી જાહેર…

Lok Sabha Election 2024: ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. પાર્ટીએ કુલ 15 ઉમેદવારોની(Lok Sabha Election 2024) યાદી જાહેર કરી છે. આ યાદીમાં પુડુચેરીના એક અને તમિલનાડુના 14 ઉમેદવારોના નામ શામેલ છે.જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત ભાજપે 4 બેઠકો જેવી કે, મહેસાણા, સુરેન્દ્રનગર, અમરેલી અને જુનાગઢના બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા નથી. આ તરફ રાજ્યની 22 બેઠકોના ઉમેદવાર જાહેર કરી દીધા છે.જ્યારે હવે વિરોધી પાર્ટી કોંગ્રેસ દ્વારા 57 ઉમેદવારની યાદી જાહેર કરી છે.

ભાજપે કુલ 297 ઉમેદવારના નામ જાહેર કર્યા
ભાજપે ગઈકાલે ત્રીજી યાદી જાહેર કરી તમિલનાડુના નવ ઉમેદવારના નામ જાહેર કર્યા હતા, જ્યારે ભાજપે બીજી માર્ચે પહેલી યાદીમાં 195 ઉમેદવારો તો 13 માર્ચે બીજી યાદીમાં 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમ ભાજપે અત્યાર સુધીમાં કુલ 297 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.

સાત ચરણમાં મતદાન થશે
ચૂંટણી પંચે ગયા શનિવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતે લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે, બીજા તબક્કાનું 26 એપ્રિલે, ત્રીજા તબક્કાનું 7 મેના રોજ, ચોથા તબક્કાનું 13 મેના રોજ, પાંચમા તબક્કાનું 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું 25 મેના રોજ અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. 1 જૂનના રોજ. 4 જૂને પરિણામ જાહેર થશે.

કોંગ્રેસના ગુજરાતમાંથી 11 ઉમેદવારના નામ જાહેર
57 ઉમેદવારમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, તેલંગણા, પશ્ચિમ બંગાળ, પુડુચેરી સહિત અન્ય રાજ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. કોંગ્રેસની સીઈસીની બેઠકમાં અગાઉ 19મી માર્ચે યોજવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન માટે લોકસભાના ઉમેદવારોના નામ માટે ચર્ચા કરી હતી. મહારાષ્ટ્રમાં સાત અને ગુજરાતમાંથી 11 ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.